બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / વડોદરા / Action plan of Vadodara police ready for 31st more than 1400 police alert

એલર્ટ / વડોદરામાં 55 જગ્યાએ થશે નાકાબંધી, NDPS કીટ અને બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરાશે, 31stને પગલે પોલીસ એલર્ટ

Kishor

Last Updated: 12:15 AM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 31 ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં વડોદરામાં 55 જગ્યાએ નાકાબંધી કરી થર્ટી ફાસ્ટની ઉજવણીમાં દારૂનું દુષણ અટકાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે.

  • વડોદરામાં 31 ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ
  • વડોદરામાં 55 જગ્યાએ થશે નાકાબંધી
  • ફતેગંજ ચાર રસ્તા પર કરાવામાં આવ્યુ ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. પોલીસ દ્વારા શહેરમાં 55 જગ્યાએ નાકાબંધી કરવામાં આવશે. 31 ડિસેમ્બરની પાર્ટીમાં દારૂની રેલમછેલ થતી હોવાને લઈને વડોદરામાં સઘન ચેકીંગ કરવામાં આવશે. બીજી તરફ શહેરના ફતેગંજ ચાર રસ્તા પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યા પોલીસ દ્વારા NDPS કીટ અને બ્રેથ એનેલાઇઝર થી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં 6 ડીસીપી, 15 acp, 32 pi, 78 psi તેમજ 1472 કોન્સ્ટેબલ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. વધુમાં ભીડભાળ વાળા વિસ્તારોમાં આવારાતત્વો પર પોલીસ બાજ નજર રાખશે. તેજ રીતે પોલીસની શી ટીમ પણ સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યા ફરજ બજાવશે.

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન

બીજી બાજુ 31 ફર્સ્ટની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે 31 ફર્સ્ટમાં દારૂની રેલમછેલ અટકાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર 200 જેટલા સ્થળોએ નાકાબંધી પોઈન્ટ બનાવ્યા છે. તેમજ નબીરાઓને પકડવા પોલીસને 700 જેટલા બ્રીથ એનલાઈઝર પણ આપી દેવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર લેક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત

એટલું જ નહીં કાર્યવાહીના ભાગરૂપે શહેરના રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર ગાર્ડન, યુનિવર્સિટી વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગરોડ પર 1200 બોડી વોર્ન કેમેરા, 14 ટોઈંગવાન, 8 ઈન્ટરસેપ્ટર વાનની મદદ લેવામા આવશે.આમ અમદાવાદમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર 200 નાકાબંધી પોઈન્ટ બનાવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ