બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Achievements of indian cricket team in year 2019

ક્રિકેટ / 2019નું 'બાદશાહ' ભારતઃ રન-જીતથી લઈને વિકેટ ઝડપવામાં પણ અવ્વલ રહી ટીમ ઇન્ડિયા

Noor

Last Updated: 06:25 PM, 24 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેતાજ બાદશાહ! 2019ના વર્ષની ટીમ ઇન્ડિયા માટે આ બે શબ્દો સચોટ બેસે છે. ટીમ ઇન્ડિયા એમ તો આ વર્ષે રમાયેલા વન ડે વિશ્વકપની ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ જ્યારે આપણે વર્ષનો અંત આવતાં આવતાં રેકોર્ડ પર નજર કરીએ તો ભારત સામે કોઈ પણ ટકી શકે એમ નથી. ટીમ ઇન્ડિયાએ આ વર્ષમાં સૌથી વધુ વન ડે મેચ જીતી છે. વર્ષમાં સૌથી વધુ રન ભારતીય બેટ્સમેનોએ ફટકાર્યા છે. વર્ષમાં સૌથી વધુ વિકેટ પણ ભારતીય બોલરે જ ઝડપી છે. આ ઉપરાંત અન્ય ઘણા રેકોર્ડ્સ, જેની સામે દુનિયાની કોઈ ટીમ અથવા કોઈ ખેલાડી ટકી શકે તેમ નથી.

  • 2019ના વર્ષમાં ટીમ ઇન્ડિયાના નામે રહી જીત
  • ટીમ ઇન્ડિયાએ આ વર્ષમાં સૌથી વધુ વન ડે મેચ જીતી છે
  • સૌથી વધુ રન ભારતીય બેટ્સમેનોએ ફટકાર્યા છે

શરૂઆત કરીએ વર્ષમાં સૌથી વધુ જીતથી. ભારતે આ વર્ષે સૌથી વધુ 19 વન ડે મેચ જીતી છે. ભારતની સફળતાનો દર 70.37 ટકા રહ્યો. ભારત ૨૦૧૯માં 28 મેચ રમ્યું, જેમાંથી આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. એક મેચમાં પરિણામ આવી શક્યું નહીં. વિન્ડીઝે પણ આ વર્ષમાં ભારત જેટલી જ મેચ રમી છે. આમ વિન્ડીઝ-ભારત વર્ષમાં સૌથી વધુ મેચ રમવાના મામલામાં સંયુક્તરૂપે નંબર વન રહી. વિન્ડીઝ 2019માં માત્ર 10 મેચ જ જીતી શક્યું છે.
ભારતીય ટીમ 2019માં 28માંથી માત્ર આઠ મેચ હારી. આ આંકડો ખરાબ ના કહી શકાય, પરંતુ ભારતીય ક્રિકેટપ્રેમી વિશ્વકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજયને ભૂલી શકે એમ નથી. ભારતીય ટીમ એ મેચમાં જીતની દાવેદાર તરીકે મેદાનમાં ઊતરી હતી, પરંતુ કિવી ટીમ ભારે પડી હતી.

રોહિત શર્મા નંબર વન બેટ્સમેન 

ભારતે વર્ષમાં સૌથી વધુ મેચ જીતવા ઉપરાંત વ્યક્તિગત રેકોર્ડમાં પણ મેદાન માર્યું છે. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિતે 28 મેચની 27 ઇનિંગ્સમાં 57.30ની સરેરાશથી 1490 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવાના મામલામાં બીજા નંબર પર છે. તેણે ૨૬ મેચમાં 1377 રન બનાવ્યા છે. વિન્ડીઝનો શાઈ હોપ 1345 રન સાથે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ 1276 રન સાથે ચોથા અને પાકિસ્તાનનો બાબર આઝમ 1092 રન સાથે પાંચમા નંબર પર રહ્યો.

મોહંમદ શામી નંબર વન બોલર 

2019માં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ભારતના જ મોહંમદ શામીએ ઝડપી છે. તેણે વર્ષમાં 21 વન ડે રમીને 42 વિકેટ ઝડપી. ટ્રેન્ટ બોલ્ટ 20 મેચમાં 38 વિકેટ સાથે બીજા નંબર રહ્યો. ન્યૂઝીલેન્ડનો જ લોકી ફર્ગ્યુસન 35 વિકેટ સાથે ત્રીજા, બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહેમાન 34 વિકેટ સાથે ચોથા અને ભારતનો ભુવનેશ્વર 33 વિકેટ સાથે પાંચમા સ્થાને રહ્યો. ભારતના સ્પિનરો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે પણ આ વર્ષ ઘણી બધી વિકેટ ઝડપી. કુલદીપ 32 વિકેટ સાથે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે અને યુઝવેન્દ્ર 29 વિકેટ સાથે નવમા નંબર પર છે.

સૌથી વધુ સદી ભારતીયોના નામ પર

વર્ષમાં સૌથી વધુ વન ડે સદી પણ ભારતીય ખેલાડીઓના નામે નોંધાઈ. રોહિત શર્માએ વર્ષમાં સાત સદી ફટકારી. કોહલીએ વર્ષમાં પાંચ સદી ફટકારી. આમ વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ ભારતના બે બેટ્સમેન ટોપ-2માં રહ્યા. એરોન ફિંચ અને શાઇ હોપ ચાર-ચાર સદી સાથે ક્રમશઃ ત્રીજા સ્થાને રહ્યા. ડેવિડ વોર્નર, જેસન રોય, જોસ બટલર, જોની બેરિસ્ટો, બાબર આઝમ, માર્ટિન ગપ્ટિલ, જો રૂટ, ઇમામ ઉલ હક અને એન્ડી બલબિર્નીએ વર્ષમાં ત્રણ-ત્રણ વન ડે સદી ફટકારી.

2019ની સૌથી સફળ ટીમ

ટીમ મેચ જીત હાર ટાઈ નો-રિઝલ્ટ
ભારત 28 19 8 0 1
ઓસ્ટ્રેલિયા 23 16 7 0 0
ઈંગ્લેન્ડ 22 14 5 1 2
ન્યૂઝીલેન્ડ 21 13 7 1 0
દક્ષિણ આફ્રિકા 19 11 7 0 1
વેસ્ટ ઈન્ડીઝ 28 10 15 0 3
પાકિસ્તાન 25 9 15 0 1
બાંગ્લાદેશ 18 7 11 0 0
શ્રીલંકા 7 14 0 0 0
આયર્લેન્ડ 14 6 7 0 1

ક્રિસ ગેઈલે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

વિન્ડીઝના ક્રિસ ગેઈલે 2019માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા. તેણે 17 વન ડેમાં 56 છગ્ગા ફટકાર્યા. ભારતીય ખેલાડી આ રેસમાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવી શક્યા નથી. રોહિત શર્મા 36  છગ્ગા સાથે એરોન ફિંચ સાથે સંયુક્તરૂપે ત્રીજા નંબર રહ્યો. ઈંગ્લેન્ડનો ઈયોન મોર્ગન 41 છગ્ગા સાથે બીજા નંબર પર અને જોસ બટલર 32 છગ્ગા સાથે પાંચમા નંબર પર રહ્યો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ