બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / આખરે થઇ ગઇ સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપીની ઓળખ, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 03:49 PM, 16 January 2025
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મોટું અપડેટ આપ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસ બાદ આરોપીની ઓળખ થઈ ગઈ છે. સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સૈફ અલી ખાન પર ગઈકાલે તેના ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, આ ઘટના તેના ઘરમાં સ્થિત બાળકોના રૂમમાં બની હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે તેમને રાત્રે 3 વાગ્યાની આસપાસ એવી માહિતી મળી હતી કે અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સૈફ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેતા હવે જોખમની બહાર છે. પોલીસે અભિનેતા સાથે વાત કરી નથી. આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફને પણ ઈજા થઈ હતી.
માહિતી અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો ત્યારે મહિલા સ્ટાફે તેને જોયો અને બૂમો પાડવા લાગી. આ પછી તે સમયે ઘરમાં હાજર સૈફ અલી ખાન તેની પાસે પહોંચ્યો હતો. આ પછી મારામારી થઈ હતી અને મહિલા સ્ટાફને તેના હાથ પર ઈજા થઈ હતી.
CCTV ફૂટેજમાં કોઈ વ્યક્તિ આવતી કે જતી દેખાતી નથી. મુખ્ય ગેટમાંથી કોઈ અંદર ન આવ્યું. પોલીસને હજુ સુધી ફોર્સ એન્ટ્રીની કોઈ નિશાની મળી નથી. જ્યારે આ ઘટના બની ત્યારે સૈફ, કરીના અને તેમના બે બાળકો ઘરે હતા. હુમલા બાદ સૈફ અલી ખાનના ઘરેથી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું કે, તેઓએ ઘટનાના બે કલાક પહેલાના સીસીટીવી ફૂટેજ જોયા છે. ફૂટેજમાં કોઈ અંદર જતું નથી. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે કે હુમલાખોર અંદર છે. મુંબઈ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘરે પહોંચી ગઈ છે અને દરેક એંગલથી તપાસ કરી રહી છે. અભિનેતાના ઘરના પાંચ સ્ટાફ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૈફની PR ટીમએ જણાવ્યું કે જારી કરવામાં આવેલા નિવેદન મુજબ સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો. હાલમાં તેની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. મીડિયા અને ચાહકોને ધીરજ રાખવાની અપીલ. આ પોલીસ કેસ છે. અમે તમને પરિસ્થિતિ વિશે અપડેટ રાખીશું. કરીના કપૂરની ટીમે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં સૈફના હાથમાં ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકીનો પરિવાર બરાબર છે. મીડિયાને ધીરજ રાખવા માટે કહેવામાં આવ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.