બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / પહેલા બાબા સિદ્દીકીની હત્યા, પછી સલમાનનું ઘર બન્યું બુલેટ પ્રૂફ, અને હવે સૈફ પર હુમલો, મુંબઇ નગરીની સુરક્ષા પર સવાલ!
Last Updated: 02:32 PM, 16 January 2025
બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન આજે સવારે પોતાના ઘરમાં સઘન સુરક્ષા વચ્ચે હતો ત્યારે તેના ઉપર જાનલેવા હુમલો થયો છે જે મુદ્દે શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ ઘટના અંગે નિવેદન આપતા કહ્યું કે આજે ફરીવાર એક હાઈ પ્રોફાઇલને મારવાનો પ્રયત્ન કરાયો, જો અંહિયા ફેમસ સેલિબ્રિટી પણ સુરક્ષિત નથી તો પછી કોણ સુરક્ષિત છે?
ADVERTISEMENT
સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં ગુરુવારે વહેલી સવારે 3 વાગે હુમલો થયો હતો. એક અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો. સૈફ પર 6 ફટકા મારવામાં આવ્યા હતા, જેમાંથી બે ઊંડા હતા. તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન, પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સૈફના ઘરે કામ કરતા ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે કેટલાક કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
ADVERTISEMENT
પ્રિયંકા ચતુર્વેદીએ ઉઠાવ્યો પ્રશ્ન
My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025
સૈફ પરના હુમલા બાદ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે કેટલી શરમજનક વાત છે કે મુંબઈમાં ફરી એક હાઈપ્રોફાઈલ હત્યાનો પ્રયાસ થયો છે. સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ ફરી એકવાર મુંબઈ પોલીસ અને ગૃહમંત્રી પર સવાલો ઉભા કર્યા છે. તેણે કહ્યું કે આ દર્શાવે છે કે મોટા નામોને નિશાન બનાવીને મુંબઈને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા સિદ્દીકીની આઘાતજનક હત્યા પછી, તેમનો પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે.
તેણે વધુમાં કહ્યું કે સલમાન બુલેટ પ્રૂફ ઘરમાં રહે છે અને હવે સૈફ અલી ખાન, આ બધુ બાંદ્રા વિસ્તારમાં થઈ રહ્યું છે જ્યાં સેલિબ્રિટીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં પૂરતી સુરક્ષા હોવી જોઈએ. જો સેલિબ્રિટી સુરક્ષિત નથી તો મુંબઈમાં કોણ સુરક્ષિત છે?
વધુ વાંચો: માત્ર સૈફ અલી ખાન નહીં, સલમાન સહિત આ કલાકારો થઇ ચૂક્યાં છે હુમલાનો શિકાર, જુઓ Photos
સૈફના દીકરાના રૂમમાં ઘૂસ્યો શખ્સ
મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ સૈફ અલી ખાનના દીકરાના રૂમમાં ઘૂસી ગયો. તેમની ઘરની સંભાળ રાખનાર સ્ત્રીને કોઈ અજાણ્યા વ્યક્તિએ પકડી લીધી અને તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું. જ્યારે અભિનેતા સૈફ અલી ખાન આગળ આવ્યો ત્યારે તે વ્યક્તિએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તે ઘાયલ થયો હતો અને તેનો ઘરનો નોકર પણ ઘાયલ થયો હતો. ઘરકામ કરનારને પણ ઈજા થઈ છે. તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.