બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / માત્ર સૈફ અલી ખાન નહીં, સલમાન સહિત આ કલાકારો થઇ ચૂક્યાં છે હુમલાનો શિકાર, જુઓ Photos
6 ફોટો ગેલેરી
Last Updated: 12:58 PM, 16 January 2025
1/6
બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પર હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. જો કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોનું કહ્યું છે કે સૈફ હવે જોખમથી બહાર છે. પરંતુ તમને જણાવી દઈએ કે સૈફ પહેલા પણ અનેક બોલિવૂડ કલાકારો પર જીવલેણ હુમલો થઇ ચૂક્યા છે.
2/6
સૈફ પહેલા સલમાન ખાન પર પણ જીવલેણ હુમલો થયો હતો. ગયા વર્ષે 14 એપ્રિલે લોરેન્સ ગેંગના બે શૂટરોએ સલમાનના ઘરે ગોળીબાર કરી હતી. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર વહેલી સવારે બે અજાણ્યા લોકોએ હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટર બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા, ત્યારબાદ સલમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યો હતો.
3/6
ફેમસ સિંગર સોનુ નિગમ પર એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન હુમલો થયો હતો, જેના કારણે સિંગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ સોનુને ધક્કો માર્યો હતો. તે જ સમયે, ગાયક સાથે, તેના ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ સોનુ નિગમે કહ્યું હતું કે તેના બોડીગાર્ડે તેને આ હુમલામાંથી સુરક્ષિત બચાવી લીધો હતો.
4/6
5/6
6/6
2 માર્ચ, 2023એ બે યુવાનો દિવાલ કૂદીને શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' ના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા. બંનેની ઉંમર 21થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે, તે શાહરૂખને મળવા માંગતા હતા. આ ઘટના સમયે શાહરૂખ ખાન ઘરે નહોતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ