બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / Abhijit Banerjee - Esther Duflo Explains Good Economics Bad economics is something like this

અર્થવ્યવસ્થા / અભિજિત બેનરજી - એસ્થર ડફલોએ સારું અને ખરાબ અર્થશાસ્ત્રને કંઈક આ રીતે સમજાવ્યું છે

Dharmishtha

Last Updated: 02:46 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર આ દંપતી સાથે  અમેરિકન અર્થશાસ્ત્રી માઈકલ રોબર્ટ ક્રેમર પણ પારિતોષિકનાં હિસ્સેદાર છે. અભિજિત બેનરજી ભારતીય મૂળનાં હોવાને કારણે ભારતીયો ગૌરવની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. આ દંપતીએ વિશ્વમાંથી ગરીબીને દેશવટો આપવા માટેનાં સૂત્રો આપ્યાં. પોતાની થિયરીના વ્યાવહારિક અમલ માટે વિશ્વનાં 568 સ્થળોએ પ્રયોગ કર્યાં. અર્થશાસ્ત્રીનાં વિશ્વનું સર્વોચ્ચ સન્માન મેળવનાર આ અર્થશાસ્ત્રીનાં વિચારોને સમજવાનો પ્રયાસ ભારતીયોએ કરવો જોઈએ. એ ઉપક્રમમાં તેમનાં એક પુસ્તકનો અંશ પ્રસ્તુત કર્યો છે.

  • વિશ્વની લગભગ ચાલીસ ટકા વસતિ ભયંકર ગરીબીમાં જીવતી હતી
  • સરકારો પાસે નીતિઓને કારણે એટલી શક્તિ હોય છે કે તેઓ ઇચ્છે તો કલ્યાણનાં કામો કરી શકે છે અને વિનાશ પણ કરી શકે.
  • સત્તામાં બેસી સનકી હવામાં તરતા અવાજોને સાંભળીને નિર્ણયો કરે છે

અર્થશાસ્ત્રી તરીકે તથ્યથી પરિચિત છે

વિકાસ અર્થશાસ્ત્રી હોવાને નાતે અમે એ તથ્યથી પરિચિત છીએ કે છેલ્લાં ચાલીસ વર્ષ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત પરિવર્તનની ગતિ રહી છે. પછી એ પરિવર્તન સારું હોય કે ખરાબ. છેલ્લાં ચાર દાયકામાં આપણે શું શું નિહાળ્યું, સામ્યવાદનું પતન, ચીનનો ઉભાર, વૈશ્વિક ગરીબીને અડધી કરવાનાં વારંવારનાં વાયદા, અસમાનતાનો વિસ્ફોટ, HIVમાં વધારો અને પછી ઘટાડો, બાળમૃત્યુ દરમાં ભારે ઘટાડો, પર્સનલ કોમ્પ્યુટર અને સેલ ફોનનો ફેલાવો, પછી આવ્યું એમેઝોન, અલીબાબા, ફેસબુક અને ટ્વિટર અને સાથે લાવ્યાં, એકાધિકારી રાષ્ટ્રવાદનો પ્રસાર, પર્યાવરણ પર તોળાતો વિનાશનો ખતરો વગેરે.

સિત્તેરનાં દાયકાનાં ઉત્તરાર્ધમાં પણ સોવિયેત રશિયા પ્રત્યે થોડો આદર બચ્યો હતો. જ્યારે ભારત તેનાં જેવું બનવાનાં પુરા પ્રયાસ કરી રહ્યું હતું. ડાબેરીઓ અતિવાદી ચીનને માનતાં હતા. ચીની લોકો માઓની પૂજા કરતાં હતાં. રીગન અને થેચરે આધુનિક કલ્યાણકારી રાજ્ય પર પોતાનાં હુમલા શરૃ કર્યા જ હતા અને વિશ્વની લગભગ ચાલીસ ટકા વસતિ ભયંકર ગરીબીમાં જીવતી હતી. 

ગરીબીમાં ઘટાડાનો માર્ગ ખૂલ્યો

સિત્તેરનાં દાયકાનાં ઉત્તરાર્ધથી માંડીને અત્યાર સુધી કેટલું બધું બદલાઈ ગયું છે અને તેમાંનું ઘણુ બધું સારા માટે છે. બધો બદલાવ ખરાબ ન હતો. એ યોગાનુયોગ છે કે કેટલાંક સારાં વિચારો પ્રજ્વલિત થયાં તો કેટલાંક ખરાબ વિચારોએ પણ આગ પકડી. કેટલુક પરિવર્તન તો સંજોગવશાત થયું. જેમ કે કોઈ અન્ય કૃત્યનું એવું પરિણામ કે જેની અપેક્ષા ન હતી. ઉદાહરણ તરીકે અસમાનતામાં થયેલાં વધારાનું એક આંશિક કારણ અનુદાર અર્થતંત્રનું રહ્યું. અસમાનતામાં થયેલાં વધારાએ નિર્માણ ક્ષેત્રને હવા-પાણી ઉપલબ્ધ કરાવ્યાં જેને કારણે વિકાસશીલ દેશોનાં શહેરોમાં અકુશળ બેરોજગારો માટે રોજગારીનું સર્જન થયું જેનાથી આગળ જતાં ગરીબીમાં ઘટાડાનો માર્ગ ખૂલ્યો.

નીતિઓમાં શક્તિ હોય છે

આવી રહેલાં આ તમામ બદલાવ જે નીતિઓને કારણે થયાં તેને ઓછી આંકવાની ભૂલ કરવા જેવી નથી. ખાનગી સાહસો અને વેપાર માટે ચીન અને ભારતના દરવાજા ખૂલવા, બ્રિટન, અમેરિકા અને તેને અનુસરનારાઓને ત્યાં અમીરો પર લગાવતાં ટેક્સમાં ઘટાડો કરવો, બચાવી શકાય એવાં મૃત્યુ સામે લડવામાં સ્થાયી થયેલો વૈશ્વિક સહયોગ, પર્યાવરણના ભોગે આર્થિક વિકાસને મહત્ત્વ આપવું, વધેલાં સંપર્ક સાધનો દ્વારા આંતરિક પલાયનને પ્રોત્સાહન અથવા રહેવાલાયક શહેરી જગ્યામાં રોકાણની નિષ્ફળતાને કારણે તેને નિરુત્સાહી કરવું કલ્યાણ રાજ્યનું પતન પરંતુ વિકસિત દેશોમાં તાજેતરમાં જ સામાજિક હસ્તાંતરણના પુનઃ આવિષ્કાર વગેરે તમામ નીતિઓને ગણાવી શકાય તેમ છે. નીતિઓમાં શક્તિ હોય છે. સરકારો પાસે આ નીતિઓને કારણે એટલી શક્તિ હોય છે કે તેઓ ઇચ્છે તો મોટા પાયે કલ્યાણનાં કામો કરી શકે છે અને ઇચ્છે તો વિનાશ પણ કરી શકે. આ જ સ્થિતિ મોટા ખાનગી અને દ્વિપક્ષીય દાનદાતાઓની છે. 

બાળકોમાં મેલેરિયાથી થતાં મૃત્યુને 40 ટકાથી વધુનો ઘટાડો કર્યો


આ પ્રકારની તમામ નીતિઓ સારા અને ખરાબ અર્થશાસ્ત્ર અને સામાન્ય રીતે જોઈએ તો સામાજિક વિજ્ઞાન પર)ના ખભા પર ટકેલી હતી. સમાજવિજ્ઞાની સતત સોવિયેત શૈલીવાળા રાજકીય નિયંત્રણની મહત્ત્વાકાંક્ષા પર લખતા હતા. તેઓ સતત એ વાત પર ભાર મૂકતા હતા કે ભારત અને ચીન જેવા દેશોમાં સાહસિકતાનાં બોટલબંધ જિન્નને મુક્ત કરવો પડશે. તેઓ આપણને પર્યાવરણીય વિનાશ પ્રત્યે સાવધ કરતા હતા. તેઓ નેટવર્ક કનેક્શનની અસમાન્ય શક્તિઓ પર લખતા રહેતાં હતાં અને બહુ પહેલાં જ્યાં સુધી આ ખતરા દુનિયા સમક્ષ આવ્યા નહીં. કેટલાક સ્માર્ટ ધર્માર્થવાદી કરોડો જિંદગીને બચાવવા માટે વિકાસશીલ દેશોમાં એચઆઈવીનાં દર્દીઓને ઍન્ટિ રેટ્રોવાયરલ દવાઓ વિતરિત કરતા હતા. તેની પાછળ વાસ્તવમાં કલ્યાણકારી સમાજ વિજ્ઞાન જ કામ કરી રહ્યું હતું. અજ્ઞાન અને વિચારધારા પર એ સારા અર્થશાસ્ત્રીની જીત જ હતી જેણે સુનિશ્ચિત કર્યું કે કીટનાશકયુક્ત મચ્છરદાની આફ્રિકામાં વેચવામાં ન આવે, વિતરિત કરવામાં આવે. તેણે બાળકોમાં મેલેરિયાથી થતાં મૃત્યુને 40 ટકાથી વધુનો ઘટાડો કર્યો.

જે પગલાં લેવાનાં હતાં એમાં એટલો વિલંબ કર્યો

ખરાબ અર્થશાસ્ત્રએ અમીરોને રાહત આપવા અને કલ્યાણકારી કાર્યક્રમોને સંકુચિત કરવાનો માર્ગ અપનાવ્યો. તેણે એવો વિચાર આપ્યો કે રાજ્ય ભ્રષ્ટ અને નિરર્થક છે, જ્યારે ગરીબ આળસું છે. તેનું જ પરિણામ છે કે આજે અસમાનતા વિસ્ફોટનાં આરે પહોંચી ચૂકી છે અને આક્રોશ જન્માવી રહી છે. રૃઢિવાદી અર્થશાસ્ત્રએ આપણને જણાવ્યું કે વેપાર બધાં માટે લાભકારક હોય છે. તીવ્ર આર્થિક વિકાસ માટે કોઈ પણ કિંમત ચૂકવી શકાય છે અને તેને હાંસલ કરવાં માટે વધુ મહેનત કરવી પડશે. તેની આંખ પર પટ્ટી બાંધેલી હોવાને કારણે તેણે દુનિયાભરમાં વધતી અસમાનતા, તેની સાથે આવનાર સામાજિક વિભાજન અને આસન્ન પર્યાવરણીય વિનાશની ઉપેક્ષા કરી નાંખી અને તેને અટકાવવા માટે જે પગલાં લેવાનાં હતાં એમાં એટલો વિલંબ કર્યો કે હવે આ પ્રક્રિયાને ઉલ્ટાવી શકાય તેમ નથી. 

સત્તામાં બેસી સનકી હવામાં તરતા અવાજોને સાંભળીને નિર્ણયો કરે છે

સામુદાયિક અર્થશાસ્ત્રીય નીતિઓનું રૃપાંતરણ કરનાર લોર્ડ કીન્સે લખ્યું હતું - 'જે લોકો વ્યાવહારિક હોય છે અને ખુદને કોઈ બૌદ્ધિક પ્રભાવથી મુક્ત માને છે તેઓ સામાન્ય રીતે કોઈ વ્યર્થ અર્થશાસ્ત્રીના ગુલામ હોય છે. સત્તામાં બેસી સનકી હવામાં તરતા અવાજોને સાંભળીને નિર્ણયો કરે છે, તેમની સમક વાસ્તવમાં કેટલાક વર્ષ પહેલાંના કોઈ એકેડેમિક કલમઘસુઓનાં વિચારોમાંથી ગળાઈને આવતી હોય છે.' વિચાર શક્તિશાળી હોય છે. વિચાર જ પરિવર્તનની આગેવાની લે છે. સારું અર્થશાસ્ત્ર એકલું આપણને બચાવી શકે નહીં, પરંતુ તેના વિના આપણે અગાઉની ભૂલોનું પુનરાવર્તન કરવા માટે અભિશપ્ત બનીએ છીએ. અજ્ઞાન અતિન્દ્રિયતા, વિચારધારા અને સ્થિતપ્રજ્ઞતા પરસ્પર મળીને આપણને એવા જવાબ રજૂ કરે છે જે વિશ્વસનીય જણાય છે, જેમાં મોટાં વચનો હોય છે, પરંતુ આખરે તેનાથી આપણને માત્ર દગો મળે છે. ઇતિહાસ સાક્ષી છે કે આજે જે વિચાર ચાલી રહ્યા છે તે આખરમાં સારા કે ખરાબ કંઈ પણ પુરવાર થઈ શકે છે. જેમ કે પ્રવાસીઓ માટે ખુદને ખુલ્લાં રાખવાથી સમાજ નષ્ટ થઈ જશે, એ વિચાર આજકાલ પ્રભાવી જણાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તમામ સાક્ષ્ય તેનાથી વિપરીત વાત સિદ્ધ કરે છે. 

અર્થશાસ્ત્રને માત્ર અર્થશાસ્ત્રીઓના વિશ્વાસે છોડી દેવું ન જોઈએ

ખરાબ વિચારો સામે આપણી પાસે એકમાત્ર રસ્તો એ જ છે કે સતર્ક રહેવામાં આવે. 'જાહેર'ના આકર્ષણનો પ્રતિરોધ કરવામાં આવે, જટિલતાઓ સમક્ષ ધૈર્ય રાખવામાં આવે અને આપણે જેટલું જાણીએ છીએ અને જેટલું જાણી શકીએ તેમ છીએ તેના પ્રત્યે ઈમાનદારી રાખીએ. આ સતર્કતાના અભાવમાં બહુઆયામી સમસ્યાઓ પર કોઈ પણ સંવાદ માત્ર સૂત્રો અને ભૂંડી નકલ સુધી મર્યાદિત રહી જશે. પછી નીતિગત વિશ્લેષણનું સ્થાન બગલથેલાછાપ નુસ્ખા લઈ લેશે. આ વાત માત્ર એકેડેમિક અર્થશાસ્ત્રીઓને નહીં, આપણાં બધાને લાગુ પડે છે. અર્થશાસ્ત્રને માત્ર અર્થશાસ્ત્રીઓના વિશ્વાસે છોડી દેવું ન જોઈએ. અમને તમારી જરૃર છે. આપ અમારી સાથે રહો. અમને લાગે છે કે એ શક્ય છે. 

( સૌજન્ય : અભિજિત બેનરજી અને એસ્થર ડફલોના પુસ્તક 'ગુડ ઇકોનોમિક્સ ફોર હાર્ડ ટાઈમ્સ' )  

સંકળાયેલા મુદ્દાઓ

Abhijit Banerjee Economy Esther Duflo Gujarati News અભિજિત બેનરજી અર્થશાસ્ત્ર એસ્થર ડફલો ગુજરાતી ન્યૂઝ Economy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ