બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / abbott launches coronavirus home test kit in india

કોરોના વાયરસ / મોટા સમાચાર: હવે ઘરે બેઠા પણ કરી શકાશે કોરોનાનો ટેસ્ટ, જાણો ટેસ્ટ કિટની શું છે કિમત અને કોણે કરી લોન્ચ

Dharmishtha

Last Updated: 10:18 AM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એબોર્ટ કંપનીએ કોવિડ 19 ઘરેલુ પરિક્ષણ કિટ રજૂ કરી છે.

  • ઘરે થઈ શકશે કોરોનાનો ટેસ્ટ
  • ઘર પર સરળતાથી કોવિડ 19 વાયરસની તપાસ કરી શકાય છે
  • સરળ, સટીક અને તેજ પરિક્ષણના કારણે નવી લહેરને રોકી શકાય 

 ઘરે થઈ શકશે કોરોનાનો ટેસ્ટ

સ્વાસ્થ્ય સેવા વિસ્તારની પ્રમુખ કંપની એબોર્ટે કહ્યું કે તેમને ભારતમાં વયસ્કો અને બાળકોના લક્ષણ વાળા અને લક્ષણો વગરના સાર્સ સીઓવી-2 વાયરસને શોધવા માટે કોવિડ 19 ઘરેલૂ પરિક્ષણ કિટ રજૂ કરી છે. જે કિંમત 325 રુપિયા છે. એબોર્ટના એક નિવેદનમાં કહેવામાં કહ્યું કે કંપની લાખોની સંખ્યામાં પૈનબિયો કોવિડ 19 રેપિડ એન્ટીજન પરિક્ષણ કિટ આપશે. જે ખાનગી ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

કંપનીએ કહ્યું કે આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય પ્રણાલિઓ પર ભાર ઓછો કરવામાં મદદ મળશે. એબોર્ટનું કહેવું છે કે કિટની મદદથી ઘર પર સરળતાથી કોવિડ 19 વાયરસની તપાસ કરી શકાય છે.

કંપનીનું નિવેદન

કોરોનાની તપાસ કિટને લઈને એબોર્ટ કંપની તરફથી નિવેદન જારી કરી કહ્યું છે કે કંપની લાખો પૈનબિયો કોવિડ 19 રેપિડ એન્ટીજન પરિક્ષણ કિટ આપશે. જેનો ઉપયોગ પોતાની રીતે કરી શકાય છે. કંપનીએ જણાવ્યું કે જો લોકો આ કિટની મદદથી તપાસ કરે છે તો શહેર અને ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય પ્રણાલિયો પર બોજો ઓછો કરવામાં મદદ મળશે.

સરળ, સટીક અને તેજ પરિક્ષણના કારણે નવી લહેરને રોકી શકાય 

એબોર્ટ કંપનીએ કહ્યું કે ભારતમાં ઘર પર આ કિટના ઉપયોગ માટે સ્વ પરિક્ષણ, દેખરેખની સાથે સાથે કાર્યસ્થળો પર પરિક્ષણોની રજુઆત કરશે. આમ થવા પર વર્કર કામ કરી શકશે અને વગર ડરે કામ કરી શકશે.  આઈસીએમઆપના પૂર્વ ડિરેક્ટર નિર્મલ કુમાર ગાંગુલીએ કહ્યું કે સરળ, સટીક અને તેજ પરિક્ષણના કારણે દેશમાં કોરોનાની નવી લહેરને રોકી શકાય છે અને કમ્યૂનિટી સ્પ્રેડ પર અંકુશ લગાવી શકાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus test કિટ કોરોના વાયરસ ટેસ્ટ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ