બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Aadhaar card will also protect against the risk of life, know this important information
ADVERTISEMENT

ADVERTISEMENT
આધાર કાર્ડને લગતા ઘણા ફ્રોડ અને ગુનાઓ થઈ રહ્યા છે
UIDAI એ બુધવારે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે લોકો આધાર કાર્ડની ખરાઈ અલગ અલગ જગ્યાએથી કરી શકે છે. UIDAI એ કહ્યું કે આધાર કાર્ડની ખરાઈ કરવા માટે ઘણા રસ્તાઓ છે જેમાં ઓફલાઇન અને ઓનલાઈન બંને રસ્તાઓ છે.UIDAI એ જણાવ્યું કે આજના સમયમાં આધાર કાર્ડને લગતા ઘણા ફ્રોડ અને ગુનાઓ થઈ રહ્યા છે. જેમાં ઘણી મહત્વની વિગતોને સુધારી અથવા તો બદલાવી નાખવામાં આવે છે. જેના કારણે ઘણી સંસ્થાઓને અને વ્યક્તિગત રીતે કામે રાખતા માણસોને ખરાઈ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે
ઓનલાઈન વેરિફિકેશન તમે આ રીતે કરી શકો છો
UIDAI એ આધાર કાર્ડ વેરીફાઈ કરવાના ઘણા રસ્તાઓ બતાવ્યા છે. UIDAI ની પ્રેસ રિલીઝમાં કહ્યું કે ઓનલાઈનથી તમે આધાર કાર્ડ ધારકની ઉમર,લિંગ, રાજ્ય અને મોબાઇલના છેલ્લા 3 આંકડાઓ વિશેની માહિતી https://myaadhaar.uidai.gov.in પર જઈને જોઈ શકો છો.
ADVERTISEMENT
ઑફલાઇન ચકાસણી માટે
ઑફલાઇન મોડ દ્વારા આધાર કાર્ડના QR કોડથી માહિતીની ચકાસી શકાય છે. જો આધાર કાર્ડ સાથે છેડછાડ કરવામાં આવી હશે તો પણ QR કોડની માહિતી સુરક્ષિત છે.કારણ કે સામાન્ય રીતે QR કોડ સાથે કોઈ ચેડાં થઈ શકતા નથી. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ આધાર QR સ્કેનર એપ દ્વારા QR કોડ ચેક કરી શકાય છે.

ADVERTISEMENT
કોઈપણ વ્યક્તિની ઓળખ ચકાસવામાં મદદ કરશે
UIDAI એ દેશના તમામ નાગરિકોને આધાર વેરિફિકેશનના ફાયદા વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. UIDAIએ કહ્યું કે આધાર વેરિફિકેશન એ કોઈપણ વ્યક્તિ ઓળખની ચકાસણી કરવાની પ્રક્રિયામાં એક વધારાની અને ખૂબ જ મહત્વની ભુમિકા ભજવે છે .
આધાર વેરિફિકેશન દ્વારા વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે
UIDAIએ કહ્યું કે કર્મચારીને નોકરી પર રાખતી વખતે,ઘરેલુ નોકર રાખતી વખતે, ડ્રાઇવર રાખતી વખતે અથવા વ્યક્તિને ભાડે મકાન આપતી વખતે, તેનું આધાર વેરિફિકેશન કરી શકાય છે. આ સિવાય કોઈપણ નાગરિક અન્ય કોઈ વ્યક્તિની ઓળખ જાણવા માટે તેના આધારની ચકાસણી પણ કરી શકે છે.
ADVERTISEMENT
ચોરી લૂટના બનાવ ઘટાડી શકાય છે
UIDAI ની આ વિશેષતા ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ઘરો કે ઑફિસમાં કામ કરતા નોકર પોતાની ઓળખ છુપાવીને કામ કરે છે અને તક મળતાં જ ચોરી, લૂંટ અને હત્યા કરીને ભાગી જાય છે. પરંતુ નક્કર ઓળખના પુરાવાને અભાવે આ લોકોને શોધવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.