બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / A woman suddenly collapsed while serving mid-day meal in Ahmedabad

સાવચેતી / અમદાવાદમાં મધ્યાહન ભોજન પીરસતા પીરસતા મહિલા અચાનક ઢળી પડી, હાર્ટએટેક આવતા થયું મોત

Vishal Khamar

Last Updated: 04:06 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેકનાં બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકનાં કારણે ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં પણ હાર્ટ એટેકથી મહિલાનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

  • અમદાવાદમાં મધ્યાહન ભોજનનાં મહિલા કર્મચારીનું મોત
  • ભોજન પીરસવા દરમિયાન હાર્ટએટેકથી મહિલાનું મોત
  • 108 ઈમરજન્સીનાં તબીબે મહિલાને તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા

અમદાવાદમાં આવેલ વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નં.1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા અચાનક ભોજન પીરસતી વખતે ઢળી પડ્યા હતા. અચાનક મહિલા ઢળી પડતા સ્કૂલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિકા 108 ઈમજરન્સીને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારે ર્ડાક્ટર તેમજ સરકાર પણ હાર્ટ એટેકને લઈ વધુ ચિંતીત છે. તેમજ તેઓ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન કર્યું છે. 

 108 નાં તબીબે તપાસ કરતા મહિલાને મૃત જાહેર કર્યા
મળતી માહિતી મુજબ મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલા કર્મચારી જેઓ વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં હેલ્પર તરીકે નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતો. ત્યારે સવારે તેઓ સ્કૂલમાં બાળકોને ભોજન પીરસી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. જે અંગેની જાણ સ્કૂલનાં સ્ટાફને કરતા સ્કૂલનાં સ્ટાફે તાત્કાલિકા ઈમરજન્સી 108 ને જાણ કરી હતી. જે બાદ તબીબ દ્વારા સૌ પ્રથમ તો તેઓને પ્રાથમિક સારવા આપી હ્રદય ધબકતું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતું તેનાથી કંઈ પરિણામ ન આવતા. 108 નાં તબીબ દ્વારા તેઓની તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરાયા હતા. 

IMAના ડોક્ટરો CPRની ટ્રેનિંગ આપશેઃડૉ. પારસ શાહ (IMA પ્રેસિડેન્ટ, રાજકોટ)
સમગ્ર મામલે રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. પારસ શાહ જણાવે છે કે ખેલૈયાઓને ગરબા રમવા પહેલા વોર્મઅપ કરવું જોઈએ. તેમજ આયોજકોએ સતત 2 કલાક ખેલૈયાઓને ન ગરબા રમાડવા ન જોઈએ અને આ 2 કલાકમાં પણ નાના-નાના રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું જોઈએ. સાથે જ આયોજકોને ડોક્ટરોના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે અને આયોજકો અને તેમની ટીમને IMAના ડોક્ટરો CPRની ટ્રેનિંગ આપશે તેવી જાહેરાત પણ કરી છે.

પ્રભવ જોશી (કલેક્ટર, રાજકોટ)

108માં દર મહિને 400 કરતા વધુ હાર્ટ એટેક કેસ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ