બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A student was burnt while bursting firecrackers in a moving car in Ahmedabad

ન્યાયની માંગ / અમદાવાદમાં ફરી નબીરાઓ બેફામ: જાહેર માર્ગ પર ફટાકડાં ફોડતા ધો. 10ની વિદ્યાર્થિની ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Malay

Last Updated: 11:58 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્ત્રાલ વિસ્તારમાં નબીરાઓએ ચાલુ કારમાંથી ફટાકડા ફોડતા વિદ્યાર્થિની દાજી ગઈ હતી. જેની ફરિયાદને 19 દિવસ થયા છતાં હજુ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

  • અમદાવાદમાં નબીરાઓનો આતંક
  • વસ્ત્રાલમાં નબીરાઓએ ફોડ્યા ફટાકડા
  • ધોરણ 10ની વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં નબીરાઓ અવાર નવાર શહેરના રસ્તાઓ પર જાહેરમાં સ્ટન્ટ કરતા જોવા મળે છે. ત્યારે વધુ એકવાર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી આવી જ ઘટના સામે આવી છે. જેમમાં ચાલુ કારમાથી ફટાકડા ફોડતા ધોરણ 10ની પરીક્ષા આપીને ઘરે જતી વિદ્યાર્થિનીને ઇજાઓ પહોચી હતી. શું હતો સમગ્ર મામલો અને ક્યારે બની હતી ઘટના વાંચો આ અહેવાલમાં

ચાલુ કારે ફટાકડા ફોડતા વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 28 માર્ચના રોજ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર સગીર વયના 4 જેટલા વિદ્યાર્થીઓ કારમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા. પહેલા તેમણે સ્કૂલ પાસેના મેદાનમાં પણ મસ્તી કરી હોવાનું વિદ્યાર્થિનીના પિતા જણાવી રહ્યા હતા. જેના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની અને તેના પિતાને ઇજાઓ પહોચી હતી. પરીક્ષા પૂર્ણ કરીને ઘરે જતી વિદ્યાર્થિનીના હાથ પર અને શરીરના અન્ય ભાગો પર દાજી જવાથી ઇજાઓ પહોચી હતી. ત્યાંથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

મારી દીકરી દાજી ગઈ હતીઃ દિપ્તેશભાઈ
આ સમગ્ર ઘટના અંગે જણાવતા વિદ્યાર્થિનીના પિતા દિપ્તેશભાઈ પ્રજાપતિએ કહ્યું કે, ગત 28 તારીખે ધોરણ 10નું છેલ્લું પેપર હતું, તેથી પેપર પૂર્ણ થયા બાદ હું અર્પણ ઈન્ટરનેશલ સ્કૂલમાંથી મારી દીકરીને લઈને એક્ટિવા પર ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે સ્કૂલની નજીક 4 વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ ફટાકડા સળગાવીને બહાર ઘા કરી રહ્યા હતા, જેમાંથી એક બોમ્બ મારા અને મારી દીકરીની વચ્ચે આવીને ફૂટ્યો હતો. જેથી મારી દીકરી દાજી ગઈ હતી, ત્યાંથી તેને લઈને હું સીધો હોસ્પિટલ ગયો હતો. જ્યાં તેની સારવાર કરાવીને પછી ઘરે ગયો.

દિપ્તેશભાઈ પ્રજાપતિ

વિદ્યાર્થીઓના વાલીઓએ મને ધાક ધમકી આપીઃ વિદ્યાર્થિનીના પિતા
જે છોકરો ગાડી ચલાવતો હતો, એ છોકરો મારી દીકરીની સ્કૂલમાં ભણતો હોવાથી હું સીધો સ્કૂલે ગયો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. ત્યાથી હું સીધો પોલીસ સ્ટેશન ગયો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ વિદ્યાર્થીઓના વાલીઓએ મને ધાક ધમકી આપી કે અમારી ઘણી ઓળખાણ છે. ત્યારે હવે જોઈએ કે ઓળખાણ મોટી છે કે કાયદો મોટો છે. બીજી બાજુ આ ઘટનાને 19 દિવસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં કાર્યવાહી કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news ahmedabad bursting firecrackers અમદાવાદ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ નબીરાઓ બેફામ Ahmedabad Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ