બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / A special gesture of 'Bapa' for family peace, the herb 'Gharasabha' given to countless households for the spirit of 'Vasudhaiva Kutumbakam'

પ્રમુખનગર / પારિવારિક શાંતિ માટે 'બાપા'નો વિશેષ દાખડો, 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના માટે અગણિત ઘરોને આપી 'ઘરસભા' નામની જડીબુટ્ટી

Vishal Khamar

Last Updated: 04:49 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો.

  • પારિવારિક શાંતિ અભિયાન – આંકડાકીય દૃષ્ટિએ 
  • ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી
  • ૧૭ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન
  • ૨૪ લાખ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો 
  • ૭૨ હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જોડાયા
  • ૧૦ હજાર  કરતાં વધુ શહેર-ગામડાઓમાં સંપર્ક
  • ૭૨ લાખ માનવ કલાકોનું સમયદાન
  • ૬૦ લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપી

વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’ – સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. 

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો. 

સંધ્યા કાર્યક્રમ:
ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. 

BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિના અભૂતપૂર્વ કાર્યને વર્ણવતા કહ્યું,
“સત્યમિત્રાનંદગિરિજીએ પ્રમુખસ્વામી મહારાજ માટે કહ્યું હતું કે "પ્રમુખસ્વામી મહારાજને અવતારી પુરુષ , ભગવતસ્વરૂપ અને આ પૃથ્વી પર અવતરેલા સાક્ષાત્ વિધાતા છે.’
પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ નું નિર્માણ કરીને ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરીને દિલ્હીમાં દિલ મૂકી દીધું છે અને તેની આબેહૂબ પ્રતિકૃતિ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મૂકવામાં આવી છે. મનુષ્યની કલ્પનામાંના બેસે તેવું અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે બનાવ્યું છે તે માટે આવનારી પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને ભૂલશે નહિ.”

BAPS ના વિદ્વાન સંત પૂ. નારાયણમુનિ  સ્વામીએ ‘પારિવારિક એકતાનું અમૃત પાનાર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ પારિવારિક શાંતિનાં કાર્યો અને તેમણે આપેલ  ઘરસભારૂપી વિશિષ્ટ પ્રદાન વિષે વક્તવ્ય આપતા જણાવ્યું,
“કૌટુંબિક પ્રશ્નો ટાળવા પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કર્યો  છે અને જે તે પરિવારના સભ્યોને સામેથી બોલાવીને સમાધાન કરાવતા. તે માટે જમવાનું પણ પડતું મૂકી દેતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પ્રશ્નોના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ લાવતા અને તેના માટે ભૂખ તરસ પણ જોયા નથી કારણકે તેમણે દરેક હરિભક્તોને પોતાના માન્યા હતા.”

BAPSના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિરૂપી વિશિષ્ટ કાર્યને અંજલિ આપતાં કહ્યું, “જીવનમાં આગળ વધવા માટે જેટલી હવાની જરૂરિયાત છે એનાથી વધારે જરૂરિયાત સંપ અને એકતાની છે. કારણકે જ્યાં જ્યાં એકતા આવી છે ત્યાં ત્યાં પ્રગતિ થઈ છે. સંપ રાખવો, ખમવું , ઘસાવું અને મનગમતું મૂકવું , જો આ ચાર વાતો જીવમાં ઉતારીશું તો પારિવારિક એકતા હંમેશા જળવાઈ રહેશે. આ શતાબ્દી મહોત્સવનો સાર  "પરિવારમાં સંપ રાખવો" તે જ છે.”

આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું ધન્યતા અનુભવું છુંઃજયરાજ સી. ઠાકર

આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયરાજ સી. ઠાકરે જણાવ્યું,
“આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું ધન્યતા અનુભવું છું અને આજે બાળ નગરીમાં ૧૨ વર્ષની બાળકીએ નગરનો પરિચય આપ્યો એ જ બતાવે છે કે પ્રમુખસ્વામી મહારાજે સંસ્કારયુક્ત અને ચારિત્ર્યયુક્ત બાળસમાજનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજની સરલતા અને સાદગી મારાં હ્રદયને સ્પર્શી ગઈ છે”

પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં નારાયણ સ્વરૂપ સમાન સંત હતાઃ દિલીપ જોશી

જાણીતા ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર  દિલીપ જોશીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં નારાયણ સ્વરૂપ સમાન સંત હતા કારણકે તેમને જીવપ્રાણી માત્ર માટે કરુણા અને પ્રેમ હતા માટે જ બધાને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજે હજારો લાખો લોકોને મળીને લોકોનું જીવન પરિવર્તન અને કલ્યાણનું કાર્ય નિઃસ્વાર્થભાવે કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં "સંપ , સુહૃદભાવ અને એકતા" નો સંદેશો જોવા મળે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછળ  પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે અને તેમની કૃપાથી છેલ્લા ૧૪ વર્ષથી અવિરત આ સીરિયલ ચાલતી આવે છે.” 

૬૦૦ એકર જમીન ખેડૂતોએ સમર્પણભાવ સાથે પ્રમુખસ્વામી મહારાજ નગર માટે અર્પણ કરી તેઓને ધન્યવાદ છેઃઅમિત ચાવડા

ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, MLA અમિત ચાવડાએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાય અને એમાં આપણને હાજર રહેવા મળે તેનાથી મોટા ભગવાનના આશીર્વાદ બીજા કોઈ ના હોઈ શકે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક એક કણમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંસ્કારો અને મૂલ્યોનું દર્શન થાય છે. ૬૦૦ એકર જમીન તમામ ખેડૂતોએ સમર્પણભાવ સાથે શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગર માટે અર્પણ કરી છે તેઓને ધન્યવાદ છે. નગરમાં આવનાર તમામ વ્યક્તિઓ ઘરે જતા ઉપદેશ અને સ્મિત સાથે જાય તેવા આ પ્રમુખ સ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો છે. 
આ બી.એ.પી.એસ સંસ્થા એ સમગ્ર વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિ નો પ્રચાર અને પ્રસાર કર્યો છે અને સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું છે.”

હું રાજકીય નેતા નહી પરંતું હરિભક્ત તરીકે આશીર્વાદ લેવા આવ્યો છુંઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું, “આજે હું એક રાજકીય નેતા તરીકે નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજના પ્રીતિપાત્ર હરિભક્ત તરીકે આજે હું અહી આશીર્વાદ લેવા આવ્યો છું."જૂઠના દસકા હોય અને સત્યની શતાબ્દી હોય છે" એ રીતે પ્રમુખસ્વામી મહારાજ સત્ય હતા અને તેમની શતાબ્દીમાં આપણે હાજર છીએ એ આપણાં માટે સૌભાગ્યની વાત છે.
આજે બી.એ.પી.એસ નું વિશાળ વટવૃક્ષ આપણને દેખાય છે, પરંતુ તેના બીજને માવજત કરવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે તે માટે આપને તેઓના ઋણી છીએ.પ્રમુખસ્વામી મહારાજે નાતજાતના ભેદભાવ વગર તમામને પોતાના દિલમાં સ્થાન આપ્યું હતું માટે આજે સૌના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું અવિચળ સ્થાન છે.પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની દિવ્યશક્તિ અને હરિભક્તોના પુરુષાર્થના લીધે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ શક્ય બન્યું છે.“

અહીં દેશ વિદેશના ૮૦,૦૦૦ સ્વયં સેવકો જે પ્રબંધન કરી રહ્યા છેઃ પૂ. સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજે જણાવ્યું,“હું ખૂબ જ ધન્યતા અનુભવું છું આ "ભૂતો ન ભવિષ્યતિ" શતાબ્દી મહોત્સવમાં હાજર રહીને. સમસ્ત રામકૃષ્ણ મિશન વતી આ નગરનું આયોજન કરવા તમામ આયોજકોને હું અભિનંદન પાઠવું છું અને અહીં દેશ વિદેશના ૮૦,૦૦૦ સ્વયં સેવકો જે પ્રબંધન કરી રહ્યા છે તેને જોઈને એમ થાય છે કે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અહી આવીને શીખ લેવી જોઈએ. પ્રમુખસ્વામી મહારાજને રામકૃષ્ણ મિશનના સંતો પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો અને હું દૃઢપણે માનું છું કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે કોઈ આવશે તેના પર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે.”

કુદરતી અને માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશા BPAS  સંસ્થા પ્રથમ ઉભી રહી છેઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, “આ ઐતિહાસિક ક્ષણોના  સાક્ષી બનવાની તક મળી તે માટે હું આપ સૌનો આભારી છું. આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ.પી.એસ સંસ્થા હંમેશા પ્રથમ ઊભા રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવનપરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. આ નગરમાં રોજ હજારો લાખો ભક્તો દર્શન કરવા આવે છે તે માત્ર સ્વામિનારાયણના જ ભક્તો નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચારોથી પ્રેરિત થઈને જીવનપરિવર્તનના ધ્યેય સાથે દેશ વિદેશમાંથી આવનાર નાગરિકો છે.”

વિખ્યાત કવિ તુષાર શુક્લએ જણાવ્યું, “આ નગરમાં આવનાર તમામ લોકો સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત જીવન જીવવાની પ્રેરણા લઈને જશે જેનાથી એવો પાક તૈયાર થશે જે વર્ષો સુધી બગડશે નહિ. ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજનું અતુલ્ય યોગદાન છે. સંવાદની ગેરહાજરી થી અનેક પ્રશ્નોનો ઉદભવ થાય છે અને તેનો ઉત્તમ ઉપાય પ્રમુખસ્વામી મહારાજે આપેલ ઘર સભા છે. આપણે "સ્વને" ભૂલીને "સર્વનો" વિચાર કરીએ.” 

સંસ્કાર અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાના પાઠ શીખવાડવામાં આવે છેઃ જગદ્ગુરુ  શિવાદેશીકેન્દ્ર મહાસ્વામીજી

જન શિક્ષણ સંસ્થાન (JSS), મહાવિદ્યાપીઠના પ્રમુખ જગદ્ગુરુ શિવાદેશીકેન્દ્ર મહાસ્વામીજીએ જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે અને તેમના જીવન અને કાર્યોનો પરિચય ખૂબ જ અસરકારક રીતે દર્શાવવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત હતા જેમને નાત-જાત ના ભેદભાવ વગર તમામને અપનાવ્યા છે અને વિશ્વભરના ૧૧૦૦ થી વધારે મંદિરો એ આધુનિક વિશ્વનાં ચેતના કેન્દ્રો છે જ્યાં સંસ્કાર અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાના પાઠ શીખવાડવામાં આવે છે.

વિશ્વભરમાં સ્વામીનારાયણ સંપ્રદાય વિસ્તર્યો તેનો શ્રેય પ્રમુખ સ્વામી મહારાજને જાય છે

સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને અને ભગવાન સ્વામિનારાયણની  દિવ્ય ચેતનાને જાય છે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના "બીજાના ભલામાં આપણું ભલું" એ ભાવના સાચા અર્થમાં વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.”

 પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું, “કુટુંબમાં એકતા રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે ઘર સભાનો સચોટ ઉપાય બતાવ્યો છે. ઘર સભા કરવાથી ગેરસમજણ દૂર થાય છે અને ઘરના સભ્યોમાં આત્મીયતા વધે છે તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે. "ઘરસભાથી બાળકોમાં સંસ્કાર જાગૃત થાય છે"


પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૨૯  ડિસેમ્બર, ગુરુવારના રોજ યોજાયો  નારી  સશક્તિકરણ કાર્યક્રમ 

પ્રમુખસ્વામી મહારાજ દીર્ઘદૃષ્ટા હતાઃસાવિત્રી પટેલ

આજે નારી સશક્તિકરણ વિષયક કાર્યક્રમમાં GCCI, અમદાવાદના પૂર્વ ચેરપર્સન સાવિત્રી પટેલે પ્રમુખસ્વામી મહારાજના નારી સશક્તિકરણના કાર્યોને બિરદાવતા કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજ દીર્ઘદૃષ્ટા હતા, જેમણે  બાલિકાઓ માટે અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા, કાર્યકર્તાઓના માધ્યમથી ગર્ભસંસ્કાર વિષયક જાગૃતિ દ્વારા અને અનેક મહિલા પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય રીતે ઘરના સંચાલનને લગતાં કૌશલ્ય તેમજ અન્ય  કળા કૌશલ્ય ખીલવી નારીઉત્કર્ષનો પાયો મજબૂત કર્યો. વર્ષોના પુરુષાર્થથી પ્રમુખસ્વામી મહારાજે જે મૂલ્યો અને કૌશલ્યનું સિંચન કર્યું છે તે અત્યારે પ્રમુખસ્વામી નગરમાં સેવારત મહિલા સ્વયંસેવકોમાં આપણે નિહાળી શકીએ છીએ. આ બલિકાઓ અને મહિલાઓ આવનાર સમયમાં સમાજઘડતરનું કાર્ય કરશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.”

પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ નારી સશક્તિકરણ માટે અવિરત પ્રયાસો કર્યાઃનયના પટેલ

‘મમતા એરવિગ્સ’માં  ડિરેક્ટર એવા નયના પટેલે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ નારી સશક્તિકરણ માટે અવિરત પ્રયાસો કર્યા. એક સશક્ત નારી તેની આસપાસના સમાજને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.”

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ