ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / A Shobhayatra has been organized from Camp Hanuman Temple in Ahmedabad today

અમદાવાદ / બે વર્ષ પછી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, 200 થી વધારે વાહનોમાં હજારો ભક્તો જોડાયા, અનોખી રીતે થયું સ્વાગત

Published By: ParthB

Last Updated: 11:03 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 સુશોભિત ટ્રકો, 200થી વધુ વાહનો આ યાત્રામાં જોડાયા હતાં

ADVERTISEMENT

  • બે વર્ષ બાદ હનુમાન જયંતિની અમદાવાદમાં ઉજવણી 
  • કેમ્પ હનુમાન મંદિરની ભવ્ય શોભાયાત્રા નીકળી
  • 14 સુશોભિત ટ્રકો, 200થી વધુ વાહનો યાત્રામાં જોડાયા 

બે વર્ષ બાદ હનુમાન જયંતિની અમદાવાદમાં ઉજવણી

કોરોના કાળના બે વર્ષબાદ અમદાવાદમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધુમ પુર્વક કરાઈ રહી છે. મહત્વનું છે કે, ઉજવણીના ભાગ રૂપે એક દિવસ પહેલાજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  આજે  અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રા યોજાઈ છે. આ શોભાયાત્રા રામભક્ત હનુમાનજીના મંદિર શાહીબાગ કેન્ટોનમેન્ટથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારમાં જશે અને સાંજે સાત વાગ્યે શોભાયાત્રા નિજ મંદિર પહોંચશે. શોભાયાત્રા દરમ્યાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા 

આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો  સાથે 200થી વધુ વાહનો યાત્રામા જોડાઈને ધાર્મિક અને સામાજિક સંદેશ આપવામાં આવ્યાં છે. આ સાથે  પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.   

હનુમાનજી મહારાજના મુખ્ય રથનું તોપ દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત 

શોભાયાત્રામાં હનુમાનજીનો રથ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. હનુમાનજીના રથની પાછળ ફૂલોની વર્ષા કરતી તોપ ગોઠવવામાં આવી છે. યાત્રામાં 150થી 200 ટુ વહીલર અને 50 ગાડીઓ જોડાઈ છે. આ સાથે શોભાયાત્રામાં કરતબો સહિત વિવિધ અખાડા જોડાયા છે.

VTV પર કરો કષ્ટભંજન દેવની ભવ્ય શોભાયાત્રાના દર્શન

બીજી તરફ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમીત્તે તા.15 અને તા.16 એપ્રિલ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં અંદાજે લાખો દર્શનાર્થીઓ ઉમટી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Jayanti ahmedabad camp hanuman temple gujarat અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ગુજરાતી ન્યૂઝ હનુમાન જયંતી hanuman jayanti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ