બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / A month before the wedding, Parineeti Chopra and Raghav Chadha reached Ujjain, got the blessings of Baba Mahakal, VIDEO goes viral

ગપશપ / લગ્નના એક મહિના પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પંહોચ્યાં ઉજ્જૈન, બાબા મહાકાલના દર્શન કરી લીધા આશીર્વાદ, VIDEO વાયરલ

Megha

Last Updated: 08:50 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના એક મહિના પહેલા ઉજ્જૈન બાબા મહાકાલના દરબારમાં દર્શન કરવા પંહોચ્યાં હતા, હાલ તેના ફોટો અને વિડીયો વાયરલ થયા છે.

  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા 
  • બાબાના દરબારમાં પૂજા કરી તેનો વિડીયો હાલ વાયરલ થયો છે 
  • બંને બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા 

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મે, 2023ના રોજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર 25 સપ્ટેમ્બરે આ બંને એકબીજા સાથે લગ્નના બધનમાં બંધાશે. તેના એક મહિના પહેલા જ બંને ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા પહોંચી ગયા હતા. જ્યાં એમને બાબાના દરબારમાં પૂજા કરી અને હાલ તેના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.

બંને એ બાબા મહાકાલના દરબારમાં દર્શન કર્યા 
પરિણીતી ચોપરા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે બાબા મહાકાલના દરબારમાં દર્શન કર્યા હતા. ત્યાં તેમણે શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના નિયમોનું પાલન કરીને નંદી હોલમાંથી ભગવાનનું પૂજન કર્યું હતું. ચાંદીના દરવાજા પર માથું ટેકવીને બાબા મહાકાલના આશીર્વાદ લીધા. માહિતી આપતાં મહાકાલ મંદિરના પૂજારીએ જણાવ્યું કે પરિણિતી ચોપરા બાબા મહાકાલની ભક્ત છે. 26 ડિસેમ્બર 2022ના રોજ પણ તેને બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. હવે લગ્ન પહેલા તે બાબા મહાકાલના આશીર્વાદ લેવા માટે રાઘવ ચઢ્ઢા સાથે 26 ઓગસ્ટના રોજ ઉજ્જૈન આવી હતી.

મંદિરમાંથી ફોટો અને વિડીયો આવ્યા સામે 
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે નંદી હોલમાં અભિનેત્રી પરિણીતી ચોપરાએ રાઘવ ચડ્ડા સાથે શ્રી સૂક્તના પાઠ સાથે બાબા મહાકાલની વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન તે બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. પહેલાની જેમ આ વખતે પણ પરિણીતી ચોપરા સાડી પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે, રાઘવ ચઢ્ઢા ધોતી પહેરી અને તેમના ખભા પર શાલ લપેટીને બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. આ તમામ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પરિણીતી ચોપરા ક્યાં લગ્ન કરશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન પંજાબી રીતિ-રિવાજથી થશે. 25 સપ્ટેમ્બરની તારીખ જણાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સત્તાવાર માહિતી આવી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. મોટી બહેન પ્રિયંકા ચોપરાની જેમ તે મુંબઈમાં નહીં પરંતુ રાજસ્થાનના કોઈ શહેરમાં લગ્ન કરશે. ભૂતકાળમાં તે રાઘવ ચડ્ડા સાથે લગ્ન સ્થળ જોવા પણ ગઈ હતી. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું શૂટિંગ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ