બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / A Gujarati youth died in an accident in Canada
Priyakant
Last Updated: 03:11 PM, 12 April 2024
Canada Accident Gujarati Student Death : કેનેડામાં વધુ એક ગુજરાતીનું માર્ગ અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ દહેગામના શિયાવાડા ગામનો વિદ્યાર્થી બન્યો કેનેડામાં અકસ્માતનો ભોગ બન્યો છે. રોડ ક્રોસ કરતા સમયે ટ્રકે ટક્કર મારતાં ઘટનાસ્થળે વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
દહેગામના શિયાવાડા ગામનો મિત નામનો વિધાર્થી 9 મહિના પહેલા કેનેડા ગયો હતો. જોકે હવે કેનેડાથી એકના એક પુત્રના મોતના સમાચાર આવતા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. વિગતો મુજબ શિયાવાડા ગામના મિત નામના વિધાર્થીને રોડ ક્રોસ કરતા સમય એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઉનાળાની ગરમીમાં ગુજરાતમાં ઠંડા મતદાનની શકયતા, પક્ષોએ આદરી તૈયારી, સવાર-સાંજનો મેગા પ્લાન તૈયાર
ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માતમાં પણ થયા છે 3 ના મોત
આ તરફ આજે કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.