બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / A demo of Chandrayaan 3's lander and rover has been put up at Science City

જીતનું કાઉન્ટડાઉન શરૂ / ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ભારત, ચંદ્રયાન 3 ચંદ્ર પર કેવી રીતે ઉતરશે જુઓ લેન્ડર અને રોવરનો લાઈવ ડેમો

Dinesh

Last Updated: 05:46 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરના ડેમો મુકવામાં આવ્યો છે, ચંદ્રયાન 2માં થયેલી ભૂલ ફરી ન થાય તે રીતે ચંદ્રયાન 3 તૈયાર કરવામાં આવ્યો છે

 

  • દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન મોકલનાર ભારત દેશ પ્રથમ બનશે 
  • સાયન્સ સિટી ખાતે લેન્ડર અને રોવરનો ડેમો મૂકાયો
  • સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર 


ચંદ્રયાન 3ની માહિતી: ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 6.04 કલાકે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે તેને લઈ સમગ્ર વિશ્વની નજર તેના પર છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન મોકલનાર વિશ્વમાં ભારત પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરના ડેમો સાયન્સ સિટી ખાતે મુકવામાં આવ્યા છે, જે કઈ રીતે કામ કરશે તેના વિશે આ ડેમોના માધ્યમથી સમજ આપવામાં આવી રહી છે.

ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરના ડેમો
ચંદ્રયાન 2માં થયેલી ભૂલ ફરી ન થાય તે રીતે ચંદ્રયાન 3 તૈયાર કરવામાં આવ્યો છે અને તે અનુસંધાને તેની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી છે, ખાસ વાત એ છે જો કોઈ સામાન્ય ખામી સર્જાશે તો પણ તે જાતે તેનો ઉપાય શોધી લેશે તેવું પણ વિજ્ઞાનિકોનો માનવું છે. મોડ્યુલ મારફત ચંદ્રયાન 3 કેવી રીતે કરાશે લેન્ડિંગ કરશે. સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરના ડેમો મુકવામાં આવ્યો છે.

ચંદ્ર પર વિજયનું કાઉન્ટડાઉન શરૂ
ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરવા માટે પ્રક્રિયા આજે સાંજે 5:45 વાગ્યે શરૂ થશે. ઈસરો તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

ચંદ્રયાન-3ના લેન્ડરનું લેન્ડિંગ અનેક તબક્કામાં પૂર્ણ થશે
લેન્ડરને 100 કિલોમીટરની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ થશે. 30 કિમીની ઉંચાઈ પર લેન્ડરની ઝડપ વધુ હશે. સ્પીડને વધુ ઘટાડવા માટે લેન્ડરમાં રોકેટ છોડવામાં આવશે. લેન્ડર 100 કિમીની ઉંચાઈથી 7.4 કિમીની ઊંચાઈએ પહોંચશે. અહીં પહોંચવામાં દસ મિનિટનો સમય લાગશે, ત્યારબાદ લેન્ડર 6.8 કિમીની ઉંચાઈએ પહોંચશે. 6.8 કિમીની ઉંચાઈ પર, લેન્ડરના પગ ચંદ્રની સપાટી તરફ 50 ડિગ્રી ફેરવશે, ત્યારબાદ લેન્ડર પરના સાધનો પુષ્ટિ કરશે કે તે તે જગ્યાએ જઈ રહ્યો છે જ્યાં તેને ઉતરવું છે કે નહીં.

આ રીતે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું ધ્યાન રાખવામાં આવશે
લેન્ડરમાં એક કોમ્પ્યુટર જરૂરી ઝડપે લેન્ડિંગની કાળજી લેશે. ઓલ્ટિમીટર ચંદ્રયાન-3ની ઉંચાઈને તેના ઉતરાણ દરમિયાન નિયંત્રિત કરશે. ચંદ્રયાન-3માં એક્સીલેરોમીટરની સાથે લેસર ગાયરોસ્કોપ આધારિત ટેકનોલોજી છે જે લેન્ડરની ગુરુત્વાકર્ષણની ગણતરી કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર માટે અદ્યતન લિક્વિડ એન્જિન, એટીટ્યુડ થ્રસ્ટર્સ, નેવિગેશન અને થ્રેટ ડિટેક્શન ટેકનોલોજી પણ છે. તમામ ટેકનોલોજી તરત જ વાતચીત કરી શકે છે. 

લેન્ડિંગ સમયે સ્પીડ 1 કિમી પ્રતિ કલાક હશે
ચંદ્રયાન-3ના લેન્ડરના લેન્ડિંગ સમયે ચાર એન્જિન એક્ટિવેટ કરવામાં આવશે. જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે ત્યારે તે 2 કિલોમીટરના વિસ્તારમાં ઉતરશે. ચંદ્રયાનની ઝડપ એક કિમી પ્રતિ કલાકની રહેશે.

ચંદ્રયાન-3ના લેન્ડિંગની 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે
ચંદ્રયાન-3 ના ઉતરાણના સમયની 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમગ્ર મિશનની સખત મહેનત આના પર નિર્ભર છે. લેન્ડિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. લેન્ડરે તેના એન્જિનને યોગ્ય સમયે અને ઉંચાઈ પર છોડવા પડે છે. તેણે યોગ્ય માત્રામાં ઇંધણનો ઉપયોગ કરવો પડશે. છેલ્લી 15 મિનિટમાં, ઓનબોર્ડ સોફ્ટવેર તમામ નિર્ણયો લે છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે પૃથ્વી પરથી આપવામાં આવેલા આદેશને લેન્ડર સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 'મિશન ઈન્ડિયા'
ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન જ્યાં ઉતરશે ત્યાં માત્ર પર્વતો છે. આ વિસ્તારમાં પાણી અને ખનિજો મળવાની સંભાવના છે. લેન્ડિંગ પછી, લેન્ડર વિક્રમ કાર્યરત થઈ જશે અને વાતચીત કરશે. ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ