બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cockroach emerged from a plate of masala papad at Anand's Saint Restaurant

આણંદ / ખાવાના શોખીનો સાવધાન! આણંદની ક્રિસેન્ટ રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો, વીડિયો જોઈ ચીતરી ચડી જશે!

Dinesh

Last Updated: 06:33 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand news: આણંદની સેન્ટ રેસ્ટોરન્ટમાં મસાલા પાપાડની પ્લેટમાંથી વંદો નીકળ્યો છે, બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

  • આણંદમાં મસાલા પાપાડની પ્લેટમાંથી નીકળ્યો વંદો
  • સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો થયો વાઇરલ
  • હોટલમાં ગ્રાહકને ટેબલ પર આપેલા મસાલા પાપાડમાં હતો વંદો 


જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને સતત હોટલ- રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. અમદાવાદ બાદ આણંદની એક રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આણંદમાં પાપાડની પ્લેટમાંથી વંદો
આણંદની સેન્ટ રેસ્ટોરેન્ટનમાં મસાલા પાપાડની પ્લેટમાંથી વંદો નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. હોટલમાં ગ્રાહકને ટેબલ પર આપેલ મસાલા પાપાડ જોયો તો તેમાં વંદો હતો. અત્રે મહત્વની વાત એ છે કે, શું આણંદ ફૂડ વિભાગ ઘટનાથી અજાણ છે !. અવાર નવાર આરોગ્ય સાથે ચેડાની ઘટના સામે આવી રહી છે

કબીર રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળ્યો હતો.
અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો હતો. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. ઓર્ડરની શરૂઆતમાં જ વંદો નીકળતા જમ્યા વિના ગ્રાહક પરત ફર્યો હતો. આવી ગંભીર બેદરકારીના અવાર નવાર અનેક હોટલો અને પીઝા પોઈન્ટના વીડિયો સામે આવે છે.

અમદાવાદમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત
અગાઉ અમદાવાદના જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Anand News Video viral cockroaches આરોગ્ય સાથે ચેડા મસાલા પાપડમાં વંદો Anand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ