બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A case of negligence came up in Sanjeev's hospital in Ahmedabad

મહામારીમાં લૂંટ / દર્દીનું મોત 11મા દિવસે, સંજીવની હોસ્પિટલે બિલ પકડાવ્યું 16 દિવસનું, VTVએ અહેવાલ રજૂ કરતા ભૂલ સ્વીકારી

Shyam

Last Updated: 10:22 PM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોનાથી મોત પામેલા દર્દીના સગા પાસેથી ખોટા પૈસા વસૂલી રહી હોવાનો સંજીવની હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ

  • કોરોના કાળમાં હોસ્પિટલો માનવતા મુકી નેવે
  • અમદાવાદની સંજીવની હોસ્પિટલને લઇ મોટો ખુલાસો
  • ભરત રબારીનું 11મા દિવસે મોત અને બિલ 16 દિવસનું

અમદાવાદની સંજીવની હોસ્પિટલે નિયમ-કાયદા કાનૂનને નેવે મુક્યા છે. કોરોનાથી મોત પામેલા દર્દીના સગા પાસેથી ખોટા પૈસા વસૂલી રહી હોવાનો સંજીવની હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ લાગ્યો છે. સંજીવનીમાં દાખલ દર્દીનું 11માં દિવસે મોત નિપજ્યું છે. અને આમ છતાં હોસ્પિટલે 16 દિવસનું બીલ બનાવીને પરિવારને આપ્યું હતું. કોરોના મહામારીમાં બેફામ બની રહેલી હોસ્પિટલ VTV NEWS પર ખુલ્લી પડી ગઈ છે. VTVની ટીમે ઈન્વેસ્ટીગેશન કરીને હોસ્પિટલની લૂંટને છતી કરી દીધી છે. 

અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યું છે. અને હોસ્પિટલમાં દાખલ થયાના 11મા દિવસે દર્દીનું મોત થયું છતા 16 દિવસ વેન્ટીલેટર પર રાખ્યાનો બીલમાં ઉલ્લેખ કર્યો છે. તમામ શરમ કોરાણે મુકીને સંજીવની હોસ્પિટલ અવાસ્તવિક બીલ બનાવી લૂંટે છે. અમદાવાદના રબારી પરિવાર સાથે સંજીવની હોસ્પિટલની લૂંટ છતી થઈ છે. દર્દીના સગાની નિરક્ષરતાનો લાભ લઈને સંજીવની હોસ્પિટલે મનફાવે તેવું બીલ ફટકાર્યું છે. 

કેટલો છે હોસ્પિટલનો એક દિવસનો ચાર્જ

અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં 1 દિવસના વેન્ટીલેટરનો ચાર્જ 19,600 વસૂલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ વેન્ટીલેટર પર દર્દી પાસેથી 17500 વસૂલવાનો નિયમ કર્યો છે. જમા કરાવેલા નાણાંનો હિસાબ લેવા ગયા તો હોસ્પિટલે બાકી બીલ બતાવ્યું હતું. માત્ર 11 દિવસ હોસ્પિટલમાં રહ્યાં અને બિલ 4 લાખ 50 હજારનું આવ્યું હતું. દર્દીનું કોરોનાથી મોત થયા પછી હોસ્પિટલની લૂંટ વિશે પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બાકી નાણાં માટે દર્દીના પરિવારને હોસ્પિટલ દબાણ કરતી હોવાની વાત પોલીસ પાસે પહોંચી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ