બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / A 93-year-old grandmother stood on the roof of a flying flight

દાદીના કરતબ / VIDEO: ઊડતી ફ્લાઇટમાં છત પર ઊભા રહી ગયા 93 વર્ષના દાદી, વીડિયો જોઈને ભલભલા લોકોના છૂટી ગયા પરસેવા

Priyakant

Last Updated: 02:28 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

93 વર્ષના દાદી ઊડતી ફ્લાઇટમાં છત પર ઊભા રહી ગયા હોય તેવો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ પણ આ દાદી ચાર વાર આવું કરી ચૂક્યા છે.

  • 93 વર્ષના દાદી બેટ્ટી બ્રોમેજ સોશિયલ મીડિયામાં છવાઇ ગયા
  • દાદી ઊડતી ફ્લાઇટમાં છત પર ઊભા રહી ગયા હોય તેવો વિડીયો વાયરલ 
  • આ પહેલા પણ ચાર વખત આવું કરી ચૂક્યા છે યુકેના બેટ્ટી બ્રોમેજ

સોશિયલ મીડિયામાં અવાર-નવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જોકે હાલમાં જ એક 93 વર્ષના દાદી ઊડતી ફ્લાઇટમાં છત પર ઊભા રહી ગયા હોય તેવો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આકાશમાં ઉડતી ફ્લાઇટ અને તેની છત પર ઉભેલી 93 વર્ષની મહિલા. જેણે પણ આ નજારો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. સોશિયલ મીડિયા પર એક મહિલાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં મહિલા ઉડતી ફ્લાઈટની ટોચ પર ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે 93 વર્ષના બેટ્ટી બ્રોમેજે આ કારનામું કર્યું હોય. આ પહેલા તે ચાર વખત આવું કરી ચૂક્યા છે. યુકેના બેટ્ટી બ્રોમેજે તાજેતરમાં હાઈ-ફ્લાઈંગ ચેલેન્જના ભાગરૂપે વિંગ વોકર તરીકે તેની પાંચમી ફ્લાઇટ પૂર્ણ કરી હતી. તેનો આ વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. જ્યાં તેને હજારો વખત જોવામાં આવી છે. 

વીડિયોમાં બેટ્ટી બ્રોમેજ ઉડતા પ્લેનની ટોચ પર ઉભેલી જોવા મળી રહી છે. વિમાન હવા સાથે વાત કરી રહ્યું હતું. હવામાં ડૂબકી મારતી વખતે વિમાન થોડીવારમાં લેન્ડ થાય છે, બ્રોમેજ ભારે પવન વચ્ચે પોતાની જાતને પકડી રાખતો હતો. જો કે આ દરમ્યાન તેમણે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું હતું.

વીડિયોમાં, બેટ્ટી બ્રોમેજને 'આ એક અદ્ભુત અનુભવ છે' કહેતા સાંભળી શકાય છે. બ્રોમેજ કહે છે- મને મજા આવી. તે ખૂબ જ રોમાંચક અને અલગ અનુભવ હતો. ફ્લાઇટના પાઇલટ બ્રાયન કોર્ન્સ કહે છે કે મને ખબર નથી કે કોણ વધુ ડરી ગયું હતું - હું કે બ્રોમેજ? બ્રોમેજ ખરેખર એક અદ્ભુત સ્ત્રી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ