બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 9-held-with-over-9-kg-gold-smuggled-inside-rectums-at-chennai-airport

સોનાની દાણચોરીનો નવો માર્ગ / 9 કિલો સોનાના જથ્થા સાથે 9 ઝડપાયા, એવી જગ્યા છુપાવ્યું હતું સોનુ કે પોલીસ પણ ચકરાવે ચડી ગઈ

Hiralal

Last Updated: 05:59 PM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈમાં 9 લોકોએ દાણચોરીનો જે માર્ગ અપનાવ્યો તે જોઈને તો પોલીસ અને કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચકરાવે ચડી ગયા હતા.

  • ગુપ્ત બાતમીને આધારે કસ્ટમ અધિકારીઓએ 9 લોકોની ધરપકડ કરી
  • તલાશી દરમિયાન આરોપીઓ પાસેથી સોનાના 9.03 કિલો વજનના 48 પાર્સલ જપ્ત 
  • આરોપીઓના પેન્ટ અને હેન્ડબેગ્સમાંથી 386 ગ્રામ વજનના 12 ગોલ્ડ કટ બાઈટ્સ અને 74 ગ્રામ સોનાની ચેઈન મળી

લોકો સોનાની દાણચોરી કરવા નીતનવા રસ્તા શોધી કાઢતા હોય છે તે સુવિદિત છે પરંતુ ચેન્નઈમાં 9 લોકોએ દાણચોરીનો જે માર્ગ અપનાવ્યો તે જોઈને તો પોલીસ અને કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચકરાવે ચડી ગયા હતા.

કસ્ટમ અધિકારીઓએ ચેન્નઈ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરવા બદલ ચાર મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે ગુપ્ત બાતમીને આધારે છટકું ગોઠવીને 9 આરોપીઓ પાસેથી સોનાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપીઓ કેટલુંક સોનું ગુદામાં છુપાવીને લાવ્યા હતા, આ જોઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ નવાઈ પામ્યા હતા.હાલ આરોપીઓ કસ્ટમ વિભાગની કસ્ટડીમાં છે અને તેમની વધારે પૂછપરછ કરાઈ રહી છે. 

ચેન્નઈ કસ્ટમ કમિશનર જણાવ્યું કે અમને ગુપ્ત બાતમી મળી હતી કે દુબઈ અને શારજાહની ફ્લાઈટમાં આવી રહેલા 19 લોકો સોનું લઈને ચેન્નઈ આવી રહ્યાં છે.
ગુપ્ત બાતમીને આધારે અમે ચેન્નઈ એરપોર્ટ પર છટકુ ગોઠવીને  19 લોકોની અટકાયત કરીને તેમની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન અમને સોનાના 9.03 કિલો વજનના 48 પાર્સલ મળ્યાં હતા. કસ્ટમ કમિશરે એવું જણાવ્યું કે વધારે તલાશી લેતા અમને આરોપીઓના પેન્ટ અને હેન્ડબેગ્સમાંથી 386 ગ્રામ વજનના 12 ગોલ્ડ કટ બાઈટ્સ અને 74 ગ્રામ સોનાની ચેઈન મળી આવી હતી. ત્રણ દિવસમાં રૃ. 4.16 કરોડનું કુલ 8.18 કિલો સોનું ઝડપાયું છે. 
તમિલનાડુમાં પણ 14 લાખના સોના સાથે એક આરોપી ઝડપાયો 
તમિલનાડુના રામંથપુરમ જિલ્લાના રહેવાશી કલંધર ઈલ્યાસની પણ કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી છે.  આરોપી કલંધર ઈન્ડીગોની ફ્લાઈટ 6E 8245 માં દુબઈથી આવ્યો હતો, એક્ઝિટ પોઈન્ટ પર તેની તલાશી લેતા આ જથ્થો ઝડપાયો હતો. કસ્ટમ વિભાગે આરોપીની અટકાયત કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ