બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / 80 years old darshan singh from patiala miracle story: doctors declared him died but then something happened in ambulance
ADVERTISEMENT
જે વ્યક્તિને ડોક્ટર્સે મૃત ઘોષિત કરી દીધું હતું તેમનામાં અચાનક જીવ આવ્યો! પરિવાર સહિત ડોક્ટર્સ પણ આ ચમત્કાર જોઈને ચોંકી ગયાં હતાં. આ ઘટના પંજાબનાં પટિયાલાની છે. આ વ્યક્તિનું નામ દર્શન સિંહ બરાડ છે જેમની ઉંમર 80 વર્ષની છે. તેઓ કરનાલનાં નિસિંગનાં રહેનારાં છે.
VIDEO | Darshan Singh, who was 'declared dead' by doctors in Punjab's Patiala, is undergoing treatment at a hospital in Karnal. Singh is alive, but said to be in critical condition.
— Press Trust of India (@PTI_News) January 12, 2024
Follow this thread to read the details of the 'miracle' as narrated by Singh's family member. pic.twitter.com/U5Th4U4Osd
ADVERTISEMENT
ઝટકો લાગ્યો અને જીવ આવ્યો
દર્શન સિંહનાં પૌત્રએ જણાવ્યું કે દાદાનાં શવને એમ્બ્યુલેન્સમાં પટિયાલાથી કરનાલ લઈ જવામાં આવી રહ્યું હતું. અચાનક એમ્બ્યુલેન્સ ખાડા પરથી પસાર થઈ અને જોરદાર ઝટકો આવ્યો. ઝટકાની થોડી જ સેકેન્ડ બાદ તેમણે દાદાનો હાથ હલતો જોયો. થોડો હલ્યા બાદ દાદા શ્વાસ લેવા માંડ્યા. તેમણે દાદાનાં ધબકારા પણ અનુભવ્યાં.
ADVERTISEMENT
VIDEO | "All the relatives had reached home yesterday and arrangements had been made for the last rites. Suddenly, doctors at hospital in Nising called and said that he is fine. This is a miracle," says a relative of Darshan Singh. pic.twitter.com/kui2k8YzkH
— Press Trust of India (@PTI_News) January 12, 2024
ADVERTISEMENT
મૃત વ્યક્તિ જીવિત થયો
આ જોઈને તેમણે તરત જ એમ્બ્યુલેન્સનાં ડ્રાઈવરને નજીકની હોસ્પિટલ જવા માટે કહ્યું. હોસ્પિટલ પહોંચીને ડોક્ટર્સે તપાસ બાદ દાદાને જીવિત ઘોષિત કર્યો. આ ખુશખબર તેમણે તરત જ પોતાના પરિવારજનોને ફોન કરીને આપી.
વધુ વાંચો: VIDEO : લિફ્ટની સ્પીડે ફેલાઈ આગ, આખી 18 માળની બિલ્ડિંગને સળગાવી દીધી, કોઈને કંઈ ન થયું
ADVERTISEMENT
અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી...
મીડિયા રિપોર્ટ અનુસાર બરાડ પરિવારે દર્શન સિંહનાં અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરિવારજનો પણ ભેગાં થઈ ગયાં હતાં પણ દર્શન સિંહનાં શવમાં અચાનક જીવ આવતાં પરિવાજનોમાં ફરી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હાલમાં દર્શન સિંહ કરનાલની NP રાવલ હોસ્પિટલમાં ભરતી છે. તેમની સ્થિતિ હજુ પણ થોડી નાજુક છે. ડોક્ટર્સ સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. પરિવારનાં સદસ્યો દર્શનસિંહનાં જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવવાની કામના કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.