બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 72-year-old donates property worth Rs 5 crore as wife's last wish

વાયરલ / પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા ડોક્ટરે કરોડોની સંપત્તિ દાનમાં આપી, પોતે 'ભીખારી' બન્યાં, દિલને સ્પર્શી જનાર પ્રેમકહાની

Hiralal

Last Updated: 07:59 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલના હમીરપુરના એક નિવૃત ડોક્ટરે પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમની 5 કરોડ કરતા પણ વધારે સંપત્તિનું સરકારને દાન કરી દીધું છે.

  • હિમાચલના હમીરપુરની ઘટના
  • ડોક્ટરે પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડની સંપત્તિનું દાન કર્યું
  • પત્નીનું 1 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે નિધન
  • નિસંતાન છે ડોક્ટર
  • મરતી વખતે પત્નીએ કહ્યું હતું, સંપત્તિ દાનમાં આપી દેજો

કેટલાક લોકો પ્રેમમાં ફના થઈ જવા તૈયાર હોય છે પોતાની જીવનસાથીની અંતિમ ઈચ્છા પૂરી કરવા કરોડોની સંપત્તિનું દાન કરી દેતા પણ જરા અચકાતા નથી. આવી જ એક ઘટના બની છે હિમાચલના હમીરપુર જિલ્લામાં. અહીં નિવૃત ડોક્ટરે પોતાની પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડ કરતા પણ વધારે સંપત્તિનું સરકારને દાન કરી દીધું છે. ડોક્ટર દંપતિ નિસંતાન હતા અને એક વર્ષ પહેલા પત્નીનું મોત થઈ ચૂક્યું છે. મરતી વખતે પત્નીએ ડોક્ટરને સંપત્તિનું દાન કરી નાખવાનું વચન લીધું હતું અને હવે ડોક્ટરે આ વચન પાળી દેખાડ્યું છે. હમીરપુર જિલ્લામાં ડોક્ટરની દરિયાદિલીની ખૂબ ચર્ચા છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. ચોમેર તેમના આ કામની પ્રશંસા થઈ રહી છે. 

કપલે કેમ દાન કરી દીધી તમામ સંપત્તિ
72 વર્ષીય ડોક્ટર રાજેન્દ્ર કંવર આરોગ્ય વિભાગના નિવૃત ડોક્ટર છે. જ્યારે તેમની પત્ની કૃષ્ણા કંવર શિક્ષણ વિભાગમાંથી નિવૃત થયા હતા જેમનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. દંપતિ નિસંતાન હતા. તેથી તેમને નિર્ણય કર્યો હતો કે તેઓ તેમની તમામ સંપત્તિ સરકારને સોંપી દેશે. પત્નીની વિદાય બાદ ડોક્ટર રાજેન્દ્રે પત્નીની ઈચ્છા પૂરી કરીને વચન પાળ્યું છે. 

5 કરોડ કરતા વધારે સંપત્તિનું દાન
ડોક્ટરે રાજેન્દ્રે જણાવ્યું કે તેમણે એક વસીયત બનાવી છે જેમાં એક શરત મૂકી છે કે તેમના ઘરને વૃદ્ધાશ્રમ બનાવી દેવામાં આવે. સરકાર મારા ઘરનો કબજો લઈ લે અને તેને વૃદ્ધાશ્રમમાં ફેરવી નાખે જેથી કરીને ઘરમાંથી કાઢી મૂકાયેલા અને નોંધારા માવતરને આશરો મળે. ડોક્ટરે તેમની 5 કરોડ કરતા પણ વધારે સંપત્તિ સરકારને નામ કરી દીધી છે. 

ગાડી અને જમીનનું પણ કર્યું દાન
ડોક્ટરે જણાવ્યું કે ઘરની ઉપરાંત તેમને નેશનલ હાઈવેના કિનારે આવેલી પાંચ કેનાલ જમીન અને ગાડી પણ વસીયતમાં ઉમેરી છે. તેમણે આ વસીયત 3 જુલાઈ 2021ના રોજ સરકારને નામે કરી દીધી હતી અને એકલા જીવન વીતાવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ