બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / 7 people family died fire house in Cantonment area Maharashtra

મોટી દુર્ઘટના / જ્યારે પરિવારના સભ્યો હતા ગાઢ નિંદ્રામાં, અને એકાએક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, નિપજ્યાં 7ના કરૂણ મોત

Published By: Ajit Jadeja

Last Updated: 08:12 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં  કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મકાનમાં ભયંકર આગમાં એક જ પરિવારના સાત લોકોના જીવ ગયા છે. મોતને ભેટ્યા તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યારે ઘટનાને પગલે સ્થળ પર મોટીસંખ્યામાં ટોળા ઉમટ્યા છે.

ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર પોલીસએ જણાવ્યુ હતુ કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

આ પણ વાંચોઃ પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ફરી પાઘડી ઉતારી મત માગ્યા, પાઘડીની લાજ ન જવા દેવા કર્યું આહવાન

અગાઉ નવી મુંબઇમાં લાગી હતી આગ

મુંબઇમાં ઉનાળાના પ્રારંભે આગની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના MIDC વિસ્તારમાં આવેલી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra fire fire accident આગ મહારાષ્ટ્ર Maharashtra

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ