બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 7 people died painfully in a fierce fire in an apartment in Hyderabad

દુર્ઘટના / હૈદરાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં 7 લોકોના દર્દનાક મોત, ભાગવાનો મોકો પણ ન મળ્યો, જુઓ શું બન્યું?

Priyakant

Last Updated: 11:53 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hyderabad Fire News : ચાર માળના એપાર્ટમેન્ટની નીચે સ્થિત કાર રિપેરિંગ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી, અચાનક એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ આગ અને લોકો બહાર ન આવી શક્યા

  • દિવાળીના તહેવાર વચ્ચે હૈદરાબાદમાં એક મોટા અકસ્માતની ઘટના
  • એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં સાત લોકોના કરૂણ મોત થયા
  • અચાનક એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ આગ અને લોકો બહાર ન આવી શક્યા 

Hyderabad Fire News : દિવાળીના તહેવાર વચ્ચે હૈદરાબાદમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. નામપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટની નીચે સ્થિત કાર રિપેરિંગ ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આગમાં ફસાયેલા 7 લોકોના મોત થયા છે, ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આગની જ્વાળાઓ ઉંચી થઈ રહી છે. ભારે ધુમાડો વધી રહ્યો છે અને સ્થાનિક લોકો ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી પણ જોઈ શકાતા હતા. આજુબાજુમાં બીજા પણ ઘણાં મકાનો છે પરંતુ હાલમાં નજીકના મકાનોને કોઈ નુકસાનના સમાચાર નથી.

બિલ્ડિંગની બહાર ઘણા વાહનો બળીને રાખ થઈ ગયા
ફાયર ફાઈટર ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. ઈમારતની અંદર ફસાયેલા લોકોને બહારથી સીડીઓ લઈને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે બિલ્ડિંગની નજીક મજબૂત જ્વાળાઓ વધી રહી છે. આ અકસ્માતમાં અનેક વાહનો બળીને રાખ થઈ ગયા હતા. અનેક ટુ-વ્હીલર્સમાં આગ લાગી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક કાર પણ સળગી ગઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કાર અને ટુ-વ્હીલર બિલ્ડિંગમાં રહેતા લોકોનું હતું કે રિપેરિંગ માટે પાર્ક કરવામાં આવ્યું હતું.

ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી
ફાયર ફાઈટરોએ ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘણા પ્રયત્નો બાદ ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં સફળતા મળી હતી. આ પછી બિલ્ડિંગમાંથી જોરદાર ધુમાડો નીકળવા લાગ્યો. સ્થળ પર સ્થાનિક પોલીસ તૈનાત છે. દરમિયાન મકાનની અંદરથી સીડીનો ઉપયોગ કરીને ઘરની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકોને પણ આ જ માર્ગેથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ