બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / 7 days have passed since the dissolution, but look at the status of Ganesha idols in Vadodara?

બેદરકારી / વિસર્જનને 7-7 દિવસ વીતી ગયા, છતાં વડોદરામાં જુઓ ગણેશજીની મૂર્તિઓના કેવાં હાલ? લોકો રોષે ભરાયા

Vishal Khamar

Last Updated: 04:16 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં  મનપાએ તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. ગણેશ વિસર્જનને 7 દિવસ વિતવા છતાં કાર્યવાહી શરૂ થઈ નથી. જેથી ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

  • ગણેશ વિસર્જન બાદ વડોદરામાં ગણેશજીની પ્રતિમાઓની હાલત
  • મનપાએ તૈયાર કરેલા પાંચ કુત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓની ખંડિત હાલત
  • કૃત્રિમ તળાવમાં પાણી ઓછું થતાં અર્ધ ડૂબેલી હાલતમાં પ્રતિમાઓ જોવા મળી

વડોદરા ખાતે ગણેશ વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓની હાલત દયનીય જોવા મળી રહી છે. મનપાએ તૈયાર કરેલા પાંચ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કૃત્રિમ તળાવમાં પાણી ઓછું થતા અર્ધ ડૂબેલી હાલતમાં પ્રતિમાઓ જોવા મળી રહી છે. દર વર્ષે કોર્પોરેશન ગણેશ વિસર્જનના બીજા જ દિવસે આ પ્રતિમાઓ હટાવવાની કામગીરી કરે છે. આ વખતે ગણેશ વિસર્જનને 7 દિવસ વિતવા છતાં હજુ કાર્યવાહી શરૂ કરી નથી. કોર્પોરેશનની આ બેદકારીનાં કારણે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરેલી પ્રતિમાઓ લાગણીઓ દુભાય એવી હાલતમાં પડી છે. કોર્પોરેશન વહેલી તકે આ પ્રતિમાઓનો યોગ્ય રીતે નિકાલ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. 

કૃત્રિમ તળાવમાંમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવીઃ અતુલ ગામેચી (સામાજિક કાર્યકર)
આ બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે,  જે રીતે વડોદરા મહાનગર પાલિકાએ પાંચ કૃત્રિમ તળાવ બનાવ્યા. જેમાં શહેરીજનોએ તેમજ નાના મોટા મંડળોએ ગણપતિ દાદાને વિસર્જન પણ કર્યા.  પરંતું આ કૃત્રિમ તળાવમાંમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવી. તેમત શ્રીફળ તેમજ કચરો પણ અંદર છે.  અને ગણપતિ દાદાની મૂર્તિ પાણી ઉપર દેખાવા લાગી છે. ત્યારે આ રસ્તેથી પસાર થતા લોકોના લાગણી દુભાય છે. કૃત્રિમ તળાવ બનાવ્યા ત્યારે મેયરથી માંડી ચેરમેન સુધી તમામ લોકો વાહ વાહી લૂંટવા આવી રહ્યા હતા. પરંતું હાલ જે ગણપતિની મૂર્તિઓ બહાર છે. જેથી ભક્તોની લાગણી દુભાઈ રહી છે. પરંતું સાત- આઠ દિવસ વીતવા છતાં મહાનગર પાલિકા દ્વારા મહાનગર પાલિકા દ્વારા મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. 

વિસર્જન થયા પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ઘણા સમય સુધી ડીકે થતું નથીઃ ર્ડા. શીતલ મિસ્ત્રી (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ર્ડા. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,  સ્વાભાવિક છે કે વિસર્જન થયા પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ઘણા સમય સુધી ડીકે થતું નથી. અને આ મૂર્તિઓ એવી જ રહેતી હોય છે. એટલે ગણપતિનું વિસર્જન થયા પછી જ્યારે મૂર્તિ કાઢતા હોઈએ ત્યારે લોકોની લાગણી દુભાતી હોય છે. પરંતું  અમે કાળજી રાખીશું અને તેનું વ્યવસ્થિત રીતે ડિમોલેશન કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ