બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 to 8 inches of rain in Banaskantha turns fields into bats: NDRF rescues 4 people trapped in car

મેઘાનું રોદ્ર સ્વરૂપ / બનાસકાંઠામાં 6થી 8 ઈંચ વરસાદ થતાં ખેતરો બેટમાં ફેરવાયા: કારમાં ફસાયેલા 4 લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યૂ, એક ગુમ

Malay

Last Updated: 10:30 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે 500 હેક્ટરથી વધુની જમીનમાં પાણી ભરાયા છે. તો ધોધમાર વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

 

  • બનાસકાંઠામાં ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા
  • સતત 2 દિવસ ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
  • બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો

બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં
બનાસકાંઠા જિલ્લામાં 6થી 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત 2 દિવસ ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. 500 હેક્ટરથી વધુની જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નાણી ગામમાં પાણી ભરાતા 30થી 40 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. જેના કારણે સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ 15 ફૂટ ઊંચો બ્રિજ બનાવવા માંગ કરી રહ્યા છે.

નાળુ તૂટી જતાં ત્રણ ગામ બન્યા સંપર્ક વિહોણા
વીરમપુરથી ચનવાયા ગામના રોડનું નાળું તૂટ્યું છે. જેના કારણે બનાસકાંઠાના ત્રણ ગામનો સંપર્ક કપાયો છે. 3 ગામનો જવા-આવવાનો માર્ગ બંધ થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

4 લોકોનું NDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું 
ભાર વરસાદના કારણે કાર પાણી ફસાઈ જતાં NDRF દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. NDRF દ્વારા 4 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. હજુ પણ એક લાપતા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા લોકો રાજસ્થાનના જાલોરના વતની હોવાનું સામે આવ્યું છે. 

ખનેડીવાળુ અને કરજીવાળુ તળાવ ઓવરફ્લો 
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયા છે. ખનેડીવાળુ અને કરજીવાળુ બે તળાવ ઓવરફ્લો થયા છે. તળાવ ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 વર્ષ પછી 2 તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતો પણ ખુશ ખુશ થઈ ગયા છે.  બનાસકાંઠાની બનાસ નદીમાં આવ્યું પૂર આવ્યું છે. નદી 2 કાંઠે વહેતી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બનાસકાંઠાના ડેમોમાં પાણીની આવક
આ ઉપરાંત બનાસકાંઠાના ડેમોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. રાજસ્થાનમાં ભારે વરસાદ થતા પાણીની આવકમાં વધારો થયો છે. દાંતીવાડા ડેમમાં 50 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે સીપુ ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. આપને જણાવી દઈએ કે, બનાસકાંઠાનો સીપુ ડેમ છેલ્લા 3 વર્ષથી ખાલી હતો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સીપુ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ