બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / 6 Super Duper Tips to Protect Phone from Rain and Water? Know otherwise the smartphone will become a toy

ટેકનોલોજી / વરસાદ અને પાણીથી ફોનને સુરક્ષિત રાખવાની 6 સુપર ડુપર ટિપ્સ? જાણી લેજો નહીં તો સ્માર્ટફોન રમકડું થઈ જશે

Vishal Khamar

Last Updated: 11:46 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસુ આવી ગયુ છે અને સાથે જ મોબાઇલને પાણીથી બચાવવો મુશ્કેલ ભર્યુ કામ છે. અમે તમને કેટલાક ઉપાયો બતાવીશું જેની મદદથી તમે મોબાઇલને ગમે એટલા વરસાદમાં પણ સુરક્ષિત રાખી શકશો.

  • વરસાદની સીઝનમાં મોબાઈલ ફોન લઈ ઘરની બહાર નીકળવું બની જાય છે મુશ્કેલી
  • જે ફોન વોટરપ્રુફ નથી હોતા તે ખરાબ પણ થઈ શકે છે
  • તો જાણો ચોમાસાની ઋતુમાં મોબાઈન ફોનને સાવવાનાં ઉપાય

વરસાદની ઋતુ આનંદદાયક લાગે છે. પરંતુ કેટલીકવાર ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. પરંતું મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે ઓફિસ, કોલેજ કે કોઈ અગત્યના કામ માટે વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળવું પડે છે.  આવી સ્થિતિમાં કપડાંની સાથે સાથે પાકીટ, બેગ અને મોબાઈલ પણ ભીના થઈ જાય છે.  ભીની થયેલી આ વસ્તુઓ ખરાબ પણ થઈ શકે છે.  જે ફોન વોટરપ્રુફ નથી હોતા તે વરસાદમાં ભીના થઈને ખરાબ પણ થઈ શકે છે. પરંતું તમે ચિંતા ન કરો અમે તમને એવી સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી વરસાદમાં તમારો સ્માર્ટ ફોન સુરક્ષિત રહેશે.

ફોનને વોટરપ્રૂફ પાઉચમાં રાખો
જ્યારે તમે ચોમાસામાં ઘરની બહાર નીકળો છો. ત્યારે ભારે વરસાદ પડે છે. આવી સ્થિતિમાં ખિસ્સામાં રાખેલો મોબાઈલ પણ ભીનો થઈ જાય છે. કેટલાક સ્માર્ટફોન વોટરપ્રૂફ હોય છે. પરંતુ તમારો ફોન મોંઘો નથી જેથી તે વરસાદને કારણે બગડી શકે છે. તેથી તેને વોટરપ્રૂફ પાઉચમાં રાખો. જેના કારણે ફોનમાં પાણી પ્રવેશતું નથી અને કેમેરા, સ્ક્રીન વગેરે પણ સુરક્ષિત રહે છે.

વોટરપ્રૂફ ફોન કેસનો ઉપયોગ કરો
તમારા ફોનને વરસાદના પાણીમાં ભીનો થતો અટકાવવા માટે, વોટરપ્રૂફ ફોન કવર ખરીદો.  જે તમારા સ્માર્ટફોનને ભેજથી બચાવે છે અને તેને વરસાદના પાણીમાં ભીનો થવા દેતો નથી.  બજારમાં ઘણા પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા વોટરપ્રૂફ કવર ઉપલબ્ધ હશે.  જે તમારા ફોનના મોડલમાં ફિટ થઈ શકે છે.

મોબાઈલ માટે ઝિપલોક બેગ ખરીદો
વારંવાર વરસાદમાં ફોન ભીનો થઈ જાય છે? તમે આ માટે ઝિપલોક બેગ ખરીદી શકો છો જેથી તમે પરેશાન ન થાઓ. વોટરપ્રૂફ કવર થોડા ખર્ચાળ છે.  તેના બદલે તમે ઓછી કિંમતે ઝિપલોક બેગ ખરીદીને તમારા ફોનને વરસાદ કે પાણીમાં ભીનો થવાથી બચાવી શકો છો. તમારા ફોનને સીલબંધ ઝિપલોક બેગમાં રાખો. તમારો મોબાઈલ વરસાદમાં ભીનો નહી થાય અને સુરક્ષિત રહેશે.

ભારે વરસાદમાં ફોનનો ઉપયોગ ન કરો
જો શક્ય હોય તો જ્યારે ભારે વરસાદ હોય તો ફોનને ઘરની લઈને ન નીકળો.  જો વરસાદના ટીપા સીધા ફોન પર પડે તો તેને નુકસાન થઈ શકે છે.  ફોન પર વધુ પડતું પાણી પડવાનાં કારણે પાણી ધીરે ધીરે ફોનની અંદર જઈને ફોનને બગાડી શકે છે.  જ્યારે ભારે વરસાદ પડે ત્યારે એવી જગ્યાએ રોકાઈ જાઓ કે જ્યાં ફોન ભીનો ન થાય અને સાથે છત્રી અવશ્ય  રાખો.

ભીના ફોનને ચાર્જ ન કરો 
જો તમારો ફોન ભીનો છે. તો તેને સારી રીતે સુકાવા દો. સૌથી પહેલા તમે કપડાથી પાણી લૂછી લો. ઘણી વખત ફોનની અંદર પાણી જતું રહેતું હોય છે.  ફોન ભીનો હોય તો તેને તરત ચાર્જ કરવાથી બેટરીને પણ નુકસાન થઈ શકે છે અને પછી ચાર્જિંગમાં સમસ્યા ઉભી થઈ શકે છે.  ઉપરાંત જો ફોન ભીનો થઈ જાય તો તેને ચાલુ રાખવાને બદલે તેને બંધ કરીને સિમ પણ કાઢી નાખો. આ ઉપરાંત ફોનને ક્યારેય ભીના હાથે ન પકડો. તેનાથી પણ ફોનમાં પાણી પ્રવેશી શકે છે.

આ ઘરગથ્થુ રીત પણ અજમાવજો
ઉપર જણાવેલા તમામ ઉપાયો અજમાવ્યા પછી પણ જો ફોન ભીનો થઈ ગયો હોય અથવા તેમાં પાણી ગયું હોય તો ફોનનું કવર કાઢી નાખો અને તેને તડકામાં સૂકવવા માટે ધાબા પર રાખો. ફોનને કપડા પર 15 મિનિટ સુધી તડકામાં રાખીને સૂકવવા દો.  તમે મોબાઈલને ચોખાના ડબ્બામાં પણ રાખી શકો છો. આમ કરવાથી  મોબાઈલમાંથી ભેજને શોષી લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ