બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 538th film will be very special for Anupam Kher, playing Rabindranath Tagore, first look

મનોરંજન / Anupam Kher માટે ખૂબ જ ખાસ હશે 538મી ફિલ્મ, નિભાવશે Rabindranath Tagoreની ભૂમિકા, જુઓ ફર્સ્ટ લૂક

Megha

Last Updated: 12:26 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જ અનુપમ ખેરે એમની 538મી ફિલ્મની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નાનો ફોટો વિડીયો શેર કરતાં એમને લખ્યું કે ફિલ્મમાં તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે.

  • હાલ જ અનુપમ ખેરે એમની 538મી ફિલ્મની જાહેરાત કરી
  • ફિલ્મમાં તેઓ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે
  • અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક નાનો ફોટો વિડીયો શેર કર્યો

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે સિનેમામાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને લોકો અનુપમ ખેરના જોરદાર અભિનયના ચાહક પણ છે. આ સાથે જ ઘણા લોકોનું એવું માનવું પણ છે જે કે જે ફિલ્મમાં અનુપમ ખેર છે એ ફિલ્મ જરૂરથી હિટ જશે કારણે કે તેઓ સમજી વિચારીને ફિલ્મની વાર્તા પસંદ કરે છે અને એ ફિલ્મના કિરદારમાં જીવ ફૂંકી દે છે. આ સાથે જ તેઓ સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તેમના ફોટોસ્ અને આવનાર ફિલ્મ અને એમના કામ વિશે અપડેટ આપતા રહે છે. 

જણાવી દઈએ કે હાલ જ એમને 538મી ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં તે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં જોવા મળશે.અનુપમનો રવીન્દ્રનાથ ટાગોર તરીકેનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. વાત એમ છે કે અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક નાનો ફોટો વિડીયો શેર કર્યો છે, જે બ્લેક એન્ડ વ્હાઇટ છે. એ વિડીયોમાં અનુપમ ખેરનો દેખાવ, હાવભાવ અને કપડાં રવીન્દ્રનાથ ટાગોર જેવા જ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

આ વીડિયો શેર કરતાંની સાથે એમને કેપ્શનમાં લખ્યું છે કે, 'હું ખૂબ જ ખુશ છું કે હું મારા 538માં પ્રોજેક્ટમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા ભજવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે. ટૂંક સમયમાં હું તમારી સાથે આ ફિલ્મ વિશે વધુ માહિતી શેર કરીશ.'

જણાવી દઈએ કે વર્ષ 1913માં રવીન્દ્રનાથ ટાગોર સાહિત્યમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા. એમને ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત લખ્યા છે અને આ સાથે એમને બીજા ઘણા ગીતો પણ લખ્યા. રવીન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ સહિત અનેક અલગ-અલગ નામોથી યાદ કરવામાં આવે છે. અનુપમ ખેરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

અનુપમ ખેરના આગામી પ્રોજેક્ટ્સમાં 'મેટ્રો ઇન દીનો', 'ધ વેક્સીન વોર' અને 'ઇમરજન્સી'નો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ