બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / 5 worst foods for liver health including alcohol cause fatty liver disease

હેલ્થ ટિપ્સ / આ 5 ફૂડ્સથી બચીને રહેજો! કરી શકે છે લિવરને ખતમ, દારૂથી પણ વધારે છે નુકસાનકારક, જાણો કઇ રીતે

Bijal Vyas

Last Updated: 04:31 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારની ભાગદોડના જીવનમાં દરેક વ્યક્તિ પોતાની લાઇફસ્ટાઇલનુ ધ્યાન રાખી શકાતુ નથી. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે, તેમાં ખાસ કરીને ફેટી લિવરની બીમારી....

  • લિવરને લગતી બીમારીથી બચાવવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ
  • વરસાદની સિઝનમાં પાચન શક્તિ નબળી પડી શકે છે
  • વરસાદની સિઝનમાં નોન-વેજ ટાળવું વધુ હિતાવહ છે

How To Avoid Liver Disease: ઘણી વખત કહેવાય છે કે દારુ પીવાથી લિવર ખરાબ થઇ જાય છે. આલ્કોહોલ વાળી ડ્રિંક્સનું સેવન કરવાથી લિવર પર ખરાબ અસર પડે છે, પરંતુ અમુક ફૂડ્સ પણ લિવરને બર્બાદ કરી શકે છે. આ ફૂડ્સમાં હાજર તત્વ ફેટી લિવર ડિજીજ સહિત અનેક બીમારીઓનું કારણ બની શકે છે. લોકોને આ ફૂડ્સનું સેવન ઓછામાં ઓછુ કરવુ જોઇએ, ખાસ કરીને લિવરથી દર્દીઓ આ ફૂડ્સથી સંપૂર્ણ રીતે દૂર રહેવુ જોઇએ. 

લિવરને લગતી બીમારીથી બચાવવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. હેલ્થ રિપોર્ટ અનુસાર, જે ફૂડ્સમાં એડેડ શુગર હોય છે તે લિવર માટે હાનિકારક છે. એડેડ શુગર કેન્ડી, કૂકીઝ, સોડા, કોલ્ડ ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યૂસમાં જોવા મળે છે. આ વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ. આ ફૂડ્સ બ્લડ શુગરને વધારે છે, જેના કારણે લિવરમાં ચરબી જમા થાય છે. આવી સ્થિતિમાં આ ફૂ્ડ્સને ટાળવું જોઈએ.

એક જ તૅલનો તળવામાં વારંવારમાં ઉપયોગ કરતા હોવ તો કરી દો બંધ, થઈ શકે આ જીવલેણ  બીમારી | many time fried samosa and pakoda in same oil cause cancer

તળેલી વસ્તુઓ 
સમોસા, કચોરી, પકોડી સહિતની તળેલી વસ્તુઓ વધુ પડતી ખાવાથી લિવરને નુકસાન થાય છે. તળેલી વસ્તુઓ ખાવી પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. ખાસ કરીને વરસાદની સિઝનમાં પાચન શક્તિ નબળી પડી જાય છે અને આ વસ્તુઓ ખાવાથી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. તળેલી વસ્તુઓ લિવરમાં ચરબી જમા કરી શકે છે અને લિવર સંબંધિત ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

વધારે પડતા મીઠાનું સેવન 
વધુ મીઠાવાળો ખોરાક લિવર માટે ખતરનાક બની શકે છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગનું જોખમ વધી શકે છે. વધુ પડતું મીઠું પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. સામાન્ય રીતે જંક ફૂડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. જંક ફૂડને પ્રોસેસ્ડ કરવામાં આવે છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

મેંદાનું સેવન ઘટાડો
લિવરને સ્વસ્થ રાખવા માટે સફેદ ચોખા, પાસ્તા અને મેંદાનું સેવન ટાળવું જોઈએ. આ બધી વસ્તુઓ ખૂબ જ પ્રોસેસ્ડ છે, જે બ્લડ શુગર વધારી શકે છે. જો કે આખા અનાજનું સેવન કરવાથી શુગર લેવલ વધતું નથી. વાસ્તવમાં આ વસ્તુઓમાં ફાઈબરની કમી હોય છે, જેના કારણે લિવરને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ.

Topic | VTV Gujarati

રેડ મીટ 
રેડ મીટનું સેવન કરવાથી લિવરને ઘણું નુકસાન થાય છે. રેડ મીટમાં માત્રામાં હાઇ પ્યુરિન હોય છે, જે યુરિક એસિડ અને ગાઉટની સમસ્યાને વધારી શકે છે. તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. વરસાદની સિઝનમાં નોન-વેજ ટાળવું વધુ હિતાવહ છે. આ સિવાય દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. લિવર માટે આલ્કોહોલ અત્યંત જોખમી બની શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ