બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 unhealthy habits you should get rid after 30 otherwise these make you older

Unhealthy habits / 30 વર્ષ બાદ છોડી દો આ 5 આદતો, નહીં તો સમય પહેલા જ થઇ જશો ઘરડા

Bijal Vyas

Last Updated: 10:48 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે 30 વર્ષના થવાના છો કે થઇ ચુક્યા છો તો તમારે તમારી આ 5 આદતો સુધારી લેવી જોઇએ, જેથી વધતી ઉંમરની અસર તમને સ્પર્શી ના શકે.

  • અનહેલ્દી લાઇફસ્ટાઇને ગુડ બાય કહો
  • પોતાના શોખ અને પેશનને ઘટવા ના દો
  • સોશિયલ સર્કલ બનાવો, લોકોને હળવા-મડવાનું રાખો 

Unhealthy habits these make you older: વધતી ઉંમરની સાથે તમારા વ્યક્તિત્વ અને શરીરમાં પણ બદલાવ થાય છે. જે 30 વર્ષ બાદ વધારે ઝડપથી અનુભવ થવા લાગે છે. જો તમે 30 વર્ષના થવાના છો કે થઇ ચુક્યા છો તો તમારે તમારી આ 5 આદતો સુધારી લેવી જોઇએ, જેથી વધતી ઉંમરની અસર તમને સ્પર્શી ના શકે. આવો તો જાણીએ તે કઇ 5 આદતો છે જે તમારે આજથી છોડી દેવી જોઇએ...

1. અનહેલ્દી લાઇફસ્ટાઇ છોડો
આપણે કોઇને કોઇ રીતે ખરાબ આદતોથી ઘેરાયેલા હોઇએ છીએ. તે પછી સ્મોકિંગ હોય, દારુની લત, કે પછી ફાસ્ટ ફૂડવુ સેવન હોય કે પછી મોડી રાત સુધી જાગવાની વાત હોય. ઘણી વખત સામાન્ય લાગનારી આ આદતો સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. 30 વર્ષ બાદ તમારે તમારી લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીની આદતોને હેલ્દી બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. 

પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી | Processed Or Ultra Processed Food  Items And How They Affect Our Health

2. વર્ષો સુધી એક જ નોકરી કરવી
સામાન્ય રીતે 30ના દસકમાં લોકો પોતાની જોબથી અનસેટિસાફાઇ જોવા મળે છે. જેનુ કારણ છે જોબ સિક્યોરીટી જેના કારણે એક જ નોકરી કરતા રહેવુ. તેથી જ સેલરી અને સિક્યોરિટી માટે ખુદને દુઃખી કરવુ યોગ્ય નથી. નવી જોબ અને નવા કરિયર ટ્રાય કરવાથી ડરશો નહીં. તમે નવી વસ્તુઓ શીખશો તો પોતાના કરિયરમાં ગ્રોથ પણ કરશો. 

3. પૈસા બચાવવાની આદત રાખો
30 વર્ષ બાદ ફાઇનાશ્યિલી સ્ટેબિલિટી વિશે ગંભારતાથી વિચારો કારણ કે જો તમે સતત સેવિંગ કરશો તો તમારી ભવિષ્યની ચિંતા દૂર થશે. તેનાથી તમારો તણાવ ઓછો થશે અને તમે સ્વાસ્થ્ય રહી શકશો. 

4. ખુદને જવાબદારીમાં ના જ કરો
ઘણી વખત 35 વર્ષની ઉંમરમાં લોકો પોતાના શોખ અને પેશનને ભૂલાવી દેતા હોય છે. તમે ખુદને જવાબદારીઓમાં ના જકડો, નહીં તો તમને જે વસ્તુઓ ખુશી આપે છે, તે વસ્તુ પહેલાની જેમ જ ફોલો કરવી જોઇએ. 

Topic | VTV Gujarati

5. સોશિયલ સર્કલ વધારો
બિઝી લાઇફને બહાનુ બનાવીને પોતાને ચાર દિવાલની અંદર કેદ ના કરો. લોકોની સાથે હળો-મળો જેનાથી તમારુ માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સારુ રહેશે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ