બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેનેડા અને ભારતની વચ્ચે છેલ્લાં થોડા સમયથી સંબંધો બગડ્યાં છે. ખાસ કરીને હરદીપ સિંહ નિજ્જરની મોત બાદથી બંને સરકારો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ છે. તેમ છતાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે ઉત્સુક છે. કેનેડા, અમેરિકા અને બ્રિટન એ ભારતીય છાત્રો માટે સૌથી પ્રિય દેશ બન્યાં છે પણ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતનાં સામે આવેલા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. 2018 બાદથી વિદેશોમાં ભારતીય છાત્રોની મોત સૌથી વધારે સંખ્યામાં નોંધાઈ છે. જેમાં કેનેડાનો આંકડો ચોંકાવનારો છે.
Canada recorded most Indian student deaths since 2018. Ottawa ‘concerned about students’ vulnerability’
— Shekhar Gupta (@ShekharGupta) December 29, 2023
Keshav Padmanabhan @Keshav_Paddu reports for ThePrinthttps://t.co/yQvQoTkdTX
ADVERTISEMENT
403 ભારતીયોનું મોત
મીડિયા રિપોર્ટસ્ અનુસાર છેલ્લાં પાંચ વર્ષોમાં એટલે કે 2018 બાદથી વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓનું મૃત્યુ વિદેશ મંત્રાલય દ્વારા નોંધાયું છે. તેમાંથી 91 ભારતીય છાત્રોનું મોત કેનેડામાં થયું છે. વિદેશ મંત્રાલયનાં આંકડાઓમાં આ મોતમાં પ્રાકૃતિક કારણો, દુર્ઘટનાઓ અને ચિકિત્સક સ્થિતિઓ સહિતનાં કારણો જવાબદાર છે. વિદેશ મંત્રાલયનાં રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું કે કેનેડા બાદ બ્રિટનમાં 48, રશિયામાં 40, અમેરિકામાં 36 અને ઑસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓનું મોત નોંધાયું છે.
ADVERTISEMENT
વાંચવા જેવું:VIDEO : દીકરીને મળવા જતાં USમાં ભારતીય પરિવારને મોત મળ્યું, પાછી આવી 6 લાશ, ભયંકર ઘટના બની
કેનેડા સરકારે વ્યક્ત કરી ચિંતા
કેનેડિયન સરકારે આ વિષયે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવાની દિશામાં પગલાઓ ભરી રહી છે. કેનેડા સરકારનું લક્ષ્ય 2024-2025નાં શૈક્ષણિક વર્ષની શરૂઆતથી પહેલા આ નવા ઐતિહાસિક પગલાઓ લાગૂ કરવાનું છે. કેનેડાનાં ઈમિગ્રેન્ટ્સ, શરણાર્થી અને નાગરિકતાનાં સરકારી વિભાગે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ચિંતાઓને દૂર કરવા, વિકસિત કરવા માટે પ્રાંતો અને શિક્ષણ સંસ્થાનોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.