બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગેરકાયદેસર રીતે અમેરિકા જનાર ભારતીયો પર જીવનું જોખમ તો હોય જ છે પરંતુ હવે તો કાયદેસર રીતે ગયેલા લોકો પણ મોત નડી ગયું હતું અને 6થી વધુ લોકોના મોતની એક મોટી ઘટના સામે આવી છે જે પછી ચિંતા વ્યાપી છે.
ADVERTISEMENT
ટેક્સાસમાં રોડ એક્સિડન્ટમાં માર્યો ગયો આખો પરિવાર
ટેક્સાસમાં એક રોડ અકસ્માતમાં ભારતીય મૂળના એક પરિવારના છ સભ્યોના મોત થયા છે. મૂળ તમિલનાડુનો પરિવાર દીકરી અને ભાણિયાઓને મળવા માટે પ્રવાસી વીઝા પર અમેરિકા આવ્યો હતો અને તેઓ ફરવા ગયાં હતા ત્યારે તેમની કારને પીકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી અને તેમાં આખો પરિવાર હોમાઈ ગયો હતો. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી (ડીપીએસ) એ જણાવ્યું હતું કે મિનિવાનમાં એક વ્યક્તિ અને ટ્રક ડ્રાઇવર અને તેનો સાથી બુધવારના અકસ્માતમાં બચી ગયા હતા. ડીપીએસએ મિનિવનના ડ્રાઇવરની ઓળખ ટેક્સાસના ઇરવિંગના 28 વર્ષીય રુશિલ બેરી તરીકે કરી હતી, જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય લોકો જ્યોર્જિયાના આલ્ફારેટ્ટાથી આવ્યા હતા.
43 વર્ષનો એક સભ્ય બચી ગયો
કાર એક્સિડન્ટમાં એક સભ્ય માર્યો ગયો હતો પરંતુ 43 વર્ષના એક સભ્યનું નસીબ જોર કરી ગયું અને તે બચી ગયો હતો અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
માર્યા ગયેલા લોકોમાં કોણ કોણ
ડીપીએસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા અન્ય લોકોમાં 36 વર્ષીય નવિના પોટાબાથુલા, 36, નાગેશ્વરરાવ પોન્નાડા, 64, સીતામહાલક્ષ્મી પોન્નાડા, 60, કૃતિક પોટાબાથુલા, 10, નિશિતા પોટાબાથુલા, 9. ડીપીએસે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા 43 વર્ષીય લોકેશ પોટાબાથુલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડેડબોડી ભારત મોકલાશે
ટેક્સાસ રોડ એક્સિડન્ટમાં માર્યા ગયેલા ભારતીય પરિવારની ડેડબોડી ભારત મોકલવામાં આવશે. માર્યા ગયેલા લોકોમાં લોકેશ પોટાબાથુલાની પત્ની અને બાળકો, સાસુ-સસરા અને પિતરાઇ ભાઇ બેરીનો સમાવેશ થાય છે. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના અશોક કોલાએ જણાવ્યું હતું કે, મૃતદેહોને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.