બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 02:05 PM, 13 April 2024
Sydney : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં ફાયરિંગ અને ચાકુ વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી અને ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. એક ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ સાક્ષીઓએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગોળી માર્યા પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ રીતે ચાકુ મારવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
એક સાક્ષીએ ખાનગી ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું કે, પોલીસ ઘણી દુકાનોમાં પીડિતોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી, જ્યારે ભીડવાળા મોલમાં આખા ફ્લોર પર લોહી પથરાયેલું હતું. શનિવારે ચાકુબાજીની ઘટના બાદ સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શનિવારની સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે. ઘટના અંગે પૂછપરછ ચાલુ છે.
A man was shot at a mall in Sydney following reports of multiple people stabbed. Emergency services were called to Westfield Bondi Junction, reports Reuters citing New South Wales Police
— ANI (@ANI) April 13, 2024
ADVERTISEMENT
સ્થાનિક મીડિયા અહેવાલોમાં એક છોકરી દ્વારા તેના માતાપિતાને મોકલવામાં આવેલા ટેક્સ્ટ સંદેશનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે ગોળીબાર સાંભળ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા શોરૂમની અંદર છુપાઈ ગઈ હતી. આ ઘટના બાદ મોલની અંદરના અન્ય દુકાનદારોએ પણ લોકોનો જીવ બચાવવા તેમના શટર બંધ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે અન્ય ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં લોકો ગભરાટમાં મોલની બહાર દોડી રહ્યા હતા અને પોલીસ વાહનો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી.
On Bondi Junction stabbing incident, Australian PM Anthony Albanese says, "Tragically, multiple casualties have been reported and the first thoughts of all Australians are with those affected and their loved ones." pic.twitter.com/46cSNZy6wS
— ANI (@ANI) April 13, 2024
વધુ વાંચો: ભારત સરકારની ઈરાન-ઈઝરાયલ ન જવાની સલાહ, તેમ છતા કોઈ ગયું અને સ્થિતિ બગડે તો...
ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ જ્હોની સેન્ટોસ અને કેવિન ત્જો વૂલવર્થ્સમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે કોઈ એસ્કેલેટર પરથી નીચે આવ્યું અને બૂમો પાડવાનું શરૂ કર્યું કે, એક વ્યક્તિ લોકોને ચાકુ મારી રહ્યો છે. ત્યારે તેણે લીલો શર્ટ પહેરેલ એક વ્યક્તિને એસ્કેલેટર નીચે દોડતો જોયો. આ માણસ ડ્રગ્સના પ્રભાવ હેઠળ પાગલ લાગતો હતો તે સ્તબ્ધ હતો. ઉપરના માળેથી લોકોએ હુમલાખોરને નિશાન બનાવીને બોલાર્ડ ફેંકવાનું શરૂ કર્યું. બે લોકોએ ફેંકેલા બોલાર્ડ હુમલાખોરને અથડાયા અને તે એસ્કેલેટર પરથી પાછો ભાગ્યો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.