બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચમાં 35 ટકા પગાર વધારો... જાન્યુઆરીથી એરિયર, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખબર
Last Updated: 06:50 PM, 15 March 2026
કેન્દ્ર સરકારે નવેમ્બર 2025 માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચના સાથે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક પ્રક્રિયા શરૂ કરી છે. આ કમિશન 2016 થી અમલમાં રહેલા 7મા પગાર પંચનું સ્થાન લેશે. નવા પગાર પંચનો ઉદ્દેશ્ય કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થાના સ્ટ્રક્ચરની સમીક્ષા કરવાનો અને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરવા માટે તેને અપડેટ કરવાનો છે.
ADVERTISEMENT
નાણા મંત્રાલયે આ પ્રક્રિયાને આગળ વધારવા માટે કર્મચારીઓ, પેન્શનરો, કર્મચારી સંગઠનો અને બીજા સ્ટેક હોલ્ડર પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આ હેતુ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં લોકો તેમના મંતવ્યો અને સૂચનો સબમિટ કરી શકે છે. આ સુવિધા 30 એપ્રિલ 2026 સુધી ખુલ્લી રહેશે. સરકારે કમિશનને તેનો અંતિમ અહેવાલ સબમિટ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપ્યો છે. ત્યાર બાદ સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરશે અને અંતિમ નિર્ણય લેશે.
ADVERTISEMENT
અગાઉના પગાર પંચો અંગે દરેક વખતે પગારમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. 7મા પગાર પંચના અમલવારી સાથે કેન્દ્રીય કર્મચારીઓનો મીનીમમ બેઝીક સેલરી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. જ્યારે મેક્સીમમ બેઝીક સેલરી 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. હવે 8મા પગાર પંચ સાથે કર્મચારીઓને અપેક્ષા છે કે આ વખતે પણ તેમના પગારમાં સારો એવો ફેરફાર જોવા મળી શકે છે.

ADVERTISEMENT
આ પગાર પંચને લઇ સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરની છે. ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેના દ્વારા નવો પગાર નક્કી કરવા માટે વર્તમાન બેઝીક સેલરીનો ગુણાકાર કરવામાં આવે છે. જેમાં એક્સપર્ટનો અંદાજ છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.4 અને 3.0 ની વચ્ચે હોઈ શકે છે. જો આવું થાય તો કર્મચારીઓના પગારમાં આશરે 20% થી 35% નો વધારો થઇ શકે છે. પરંતુ અંતિમ નિર્ણય કમિશનની ભલામણો અને સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે.
ADVERTISEMENT
બાકી પગાર અંગે કર્મચારીઓ માટે પણ સારા સમાચાર આવી રહ્યા છે. એક્સપર્ટનું માનવું છે કે સરકાર કમિશનની ભલામણોને મંજૂરી આપવામાં સમય લઈ શકે છે, પરંતુ પગાર સુધારો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. મતલબ કે, જ્યારે પણ નવો પગાર લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓને તે તારીખથી તેના અમલીકરણ સુધી બાકી રકમ પણ મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નાણાકીય વિશ્લેષકોનું કહેવું છે કે, પગાર પંચમાં અંતિમ પગાર વધારો ઘણા આર્થિક પરિબળો પર આધારિત રહેશે. જેમાં ફુગાવો, સરકારની નાણાકીય ક્ષમતા, ટેક્સ વસૂલાત અને 16મા નાણા પંચની ભલામણોનો સમાવેશ થાય છે. સરકાર ખાતરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે કે કર્મચારીઓને સારો પગાર વધારો પેકેજ મળે સાથે સાથે સરકારી તિજોરી પરનો બોજ પણ ઓછો થાય. આથી 8મા પગાર પંચ અંગેનું અંતિમ ચિત્ર આગામી 12-18 મહિનામાં જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.