બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 300 kg of silver coming to Gujarat seizeds muggling racket running in luxury cars at Ratanpur border busted

ક્રાઇમ / ગુજરાત આવી રહેલો 300 કિલો ચાંદીનો જથ્થો જપ્ત, રતનપુર બોર્ડર પર લક્ઝરી કારમાં ચાલતા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ

Mahadev Dave

Last Updated: 08:56 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રતનપુર બોર્ડર નજીક પોલીસે 300 કિલો ચાંદી અને 24 લાખ રોકડ જપ્ત સાથે બે આરોપીને દબોચી લીધા છે,

  • ગુજરાત આવી રહેલો  300 કિલો ચાંદીનો જથ્થો જપ્ત
  • રાજસ્થાનના ડૂંગરપુરમાં 300 કિલો ચાંદી અને 24 લાખ રોકડ જપ્ત
  • લાખોની રોકડ અને ચાંદી સાથે 2 તસ્કરો ઝડપાયા 
  • રતનપુર બોર્ડર પર લક્ઝરી કારમાં ચાંદીની સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ

રતનપુર બોર્ડર પર લક્ઝરી કારમાં ચાંદીની સ્મગલિગના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રાજસ્થાનના ડૂંગરપુરમાંથી પાક્કી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા ગુજરાત આવી રહેલ કારમાંથી  300 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલો ગુજરાત બોર્ડર પર બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુરનો છે. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ રાજસ્થાનના ડૂંગરપુરમા પોલીસે 300 કિલો ચાંદી અને 24 લાખ રોકડ જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે. જ્યારે પોલીસે લાખોની રોકડ અને ચાંદીના જથ્થા સાથે 2 તસ્કરોને દબોચી લીધા છે.

300 kg of silver coming to Gujarat seizeds muggling racket running in luxury cars at Ratanpur border busted

2.50 કરોડની ચાંદી અને રોકડ અંગે IT અને GSTM વિભાગને કરાઇ જાણ
આ કેસ અંગે એસપી કુંદન કવરિયાએ માહિતી આપતા કહ્યું હતું કે લક્ઝરી કારમાં ગેરકાયદે ચાંદીની દાણચોરીની જાણ થતાની સાથે જ બિછીવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રતનપુર બોર્ડર પર દોડી ગયો હતો. જ્યા નાકાબંધી કરાઈ હતી. આ વેળાએ એક લક્ઝરી કારને અટકાવી તલાશી લેતા પોલીસને કારમાંથી કંઈ મળ્યું ન હતું. પરંતુ કાર ચાલક અને અન્ય એક આરોપી ગભરાઈ ગયા હતા. 

300 kg of silver coming to Gujarat seizeds muggling racket running in luxury cars at Ratanpur border busted
ચાંદી અને રોકડ ગુજરાતમાં કોને આપવાની હતી તેને લઇને તપાસ 
જેથી પોલીસની શંકા ઘેરી બની જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા કારની સીટ નીચે ગુપ્ત કેબિનમાંથી સંતાડેલ પેકેટ મળ્યા હતા. પોલીસે જ્યારે પેકેટ ખોલ્યું ત્યારે તેમાં ચાંદીની સાથે મોટી રોકડ રકમ મળી આવી હતી.આ ચોરખાનામાંથી 300 કિલો ચાંદી જપ્ત કરી છે, વધુમાં રોકડ રકમ પણ મળી આવી હતી. જપ્ત થયેલ ચાંદીની બજાર કિંમત 2 કરોડ 50 લાખ રૂપિયા છે. એટલું જ નહીં પોલીસને રોકડ ગણવા માટે મશીન મંગાવ્યું હતું. અંદાજે 24, 19, 640 રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. હાલ ચાંદી અને રોકડ કોના કહેવા પર અને ક્યાં લઈ જવાય હતી. તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપી અનીશ પ્રભુદાસ સચૌરા (જામનગર ગુજરાત) અને રમેશ દેવરાજ (રાજકોટ ગુજરાત)ની ધરપકડ કરી જપ્ત કરાયેલી ચાંદી અને રોકડ વિશે જીએસટી અને આવકવેરા વિભાગને પણ જાણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ratanpur border silver ક્રાઇમ ગુજરાત ચાંદી સ્મગલિંગ રતનપુર બોર્ડર સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ crime News
Mahadev Dave
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ