બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / 2nd test melbourne australia vs india boxing day test match report

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ, મહાવિજય બાદ સીરિઝ 1-1થી બરાબર

Noor

Last Updated: 11:13 AM, 29 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિંક્ય રહાણે બ્રિગેડે મેલબર્નમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની પ્રથમ ટેસ્ટની હારનો બદલો લઈ લીધો. ટીમ ઈન્ડિયાએ મંગળવારે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી દીધું. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં 70 રનના સરળ લક્ષ્યાંકને માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો. આ સાથે ચાર મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ. હવે સીરિઝની ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી રમાશે.

  • ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે ચટાડી ધૂળ 
  • ટીમ ઈન્ડિયાએ મંગળવારે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી દીધું
  • ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં 70 રનના સરળ લક્ષ્યાંકને માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો

એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હરાવ્યા હતા, પરંતુ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને મેલબર્નમાં કેપ્ટનશિપ મળતાં જ તેણે 10 દિવસમાં જ કાંગારૂઓથી આ હારનો બદલો લીધો. એડિલેડ ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાને હરાવી ઓસ્ટ્રેલિયાએ 36 રન પર 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. પરંતુ ભારતીય ટીમે મેલબર્ન દ્વારા રહાણેની સુકાની હેઠળ જોરદાર વાપસી કરી અને કાંગારૂઓને ઘર આંગણે ધૂળ ચટાડી. 

ટીમ ઈન્ડિયાને લાગ્યા બે ઝટકા

... પરંતુ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિજય મેળવવા માટે ભારતીય ટીમને 2 વિકેટ ગુમાવી પડી હતી. 16ના સ્કોર પર મયંક અગ્રવાલ (5) મિશેલ સ્ટાર્ક દ્વારા રનઆઉટ કરાયો હતો, ટિમ પેને કેચ પકડ્યો હતો. ફોર્મ માટે લડતા ચેતેશ્વર પૂજારા (3)ને 19ના સ્કોર પર પેટ કમિન્સે શિકાર બનાવ્યો. કેમેરન ગ્રીને કેચ પકડ્યો. આ પછી કેપ્ટન અજિંક્ય રહાણે (અણનમ 27) અને શુભમન ગિલ (અણનમ 35) ફટકારી ટીમને ઝટકો લાગવા ન દીધો. જોકે, આ સમય દરમિયાન રહાણેનો લોંગ ઓન પર કેચ છૂટ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા જીતથી ખૂબ ખુશ છે. તેણે ટ્વીટ કરીને રહાણે બ્રિગેડને અભિનંદન આપ્યા છે. આ મહાન જીત માટે તેણે ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ 100મી ટેસ્ટ મેચ હતી અને વિરાટની ગેરહાજરીમાં ભારતે આ ઐતિહાસિક જીત મેળવી. આ ઓસ્ટ્રેલિયા સામે ભારતની 29મી જીત છે, જોકે અગાઉ તે 43 મેચ હારી ગઈ છે.

બીજા ટેસ્ટ ક્રિકેટ મેચના સર્વશ્રેષ્ઠ ખેલાડી (મેન ઓફ ધ મેચ) અજિંક્ય રહાણેને જોની મુલાગ મેડલ એનાયત કરાયો. જોની મુલાગ વિદેશી પ્રવાસ પર જનારા ઓસ્ટ્રેલિયા ટીમના પ્રથમ કેપ્ટન હતા. આ ટીમે તેમના નેતૃત્વ હેઠળ 1868માં બ્રિટનની મુલાકાત લીધી હતી.

ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 133 રન બનાવ્યા હતા અને તે ભારતથી માત્ર બે રન આગળ હતું. ચોથા દિવસે સવારે કાંગારૂ ટીમે 67 રન જોડ્યા. બપોરના સમયે યજમાન ટીમ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે સરળતાથી મેળવી લીધો હતો.

સુકાની અજિંક્ય રહાણે (112)ની સદી અને રવિન્દ્ર જાડેજા (57)ની અર્ધસદીની મદદથી ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં 326 રનની મદદથી 131 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 195 રન બનાવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ