બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / 13 year old jharkhand boy stole 91 thousand rupees from mother mobile for free fire game

ચેતવણી / બાળકોને હવે તો મોબાઈલ ન જ અપાય ! ઝારખંડની મહિલા ભૂલમાં રહી તેમાં છોકરાએ 'પાડ્યો ખેલ'

Hiralal

Last Updated: 09:01 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના પાકુડમાં 8મા ધોરણમાં ભણતા એક છોકરાએ મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતી વખતે મમ્મીના ખાતામાંથી 92000ની આસપાસ ઉડાવી દીધા.

  • ઝારખંડના પાકુડની ઘટના
  • મોબાઈલ ગેમ ફ્રી ફાયરમાં છોકરાએ ઉડાવ્યાં 92000 રુપિયા
  • મમ્મીના મોબાઈલમાંથી બહાર મોકલતો રહ્યો પૈસા 

શાળામાં અભ્યાસ કરતા સગીર બાળકોમાં મોબાઈલ ગેમનો વધતો ક્રેઝ અને ખરાબ વ્યસનના કારણે અનેક ગુના બની રહ્યાં છે. આવો જ એક કિસ્સો ઝારખંડના પાકુર જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક 13 વર્ષના છોકરાએ મોબાઈલ ગેમ્સ (ફ્રી ફાયર)ના વ્યસનને કારણે પોતાની જ માતાના ખાતામાંથી 24 અલગ અલગ હપ્તામાં 91,814 રૂપિયા ઉપાડી લીધા હતા. 

છોકરાએ પૈસા ઉડાવી દીધા છતા ખબર ન પડી માતાને 
મહિલાએ તેના ખાતામાંથી પૈસા ગુમ કરવાના આરોપસર અજાણ્યા સાયબર ગુનેગારો વિરુદ્ધ પાકુરના હિરણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેસ નોંધાતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલાના ખાતામાંથી પૈસા પડાવનાર વ્યક્તિ તેનો સગીર 13 વર્ષનો પુત્ર હતો, જે અવારનવાર ફ્રી ફાયર ગેમ રમવા માટે તેની માતાના ફોનનો ઉપયોગ કરતો હતો. આ મોબાઈલમાંથી તેમણે યુપીઆઈ દ્વારા એક મહિનામાં 91 હજારથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા. બાળક યુપીઆઈ મારફતે જિલ્લાના હિરણપુરની એક દુકાનમાં પૈસા મોકલતો હતો અને દુકાનદાર પાસેથી રોકડ લેતો હતો. એ જ રીતે અત્યાર સુધીમાં 24 વખત કુલ 91,814 ઉપાડ્યા છે. આ ટ્રાન્જેક્શન માટે બાળકે ફોનપે એપનો ઉપયોગ કર્યો હતો.

16 હજારમાં એક ફોન ખરીદ્યો અને એક મિત્રને આપ્યો
ગુંજનના પુત્રએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે પૈસા ઉપાડી લીધા છે. તેણે કહ્યું કે, તે હિરણપુરની એક દુકાનમાં જતો હતો અને યુપીઆઈ મારફતે પૈસા મોકલતો હતો અને દુકાનદાર પાસેથી રોકડ લેતો હતો. આ જ રીતે તેમણે 24 વખત કુલ 91,814 રૂપિયા ઉપાડી લીધા હતા. જે તેના માતા-પિતાને પણ ખબર ન હતી. પૂછપરછ દરમિયાન છોકરાએ જણાવ્યું કે, તેણે તે પૈસામાંથી 16,000 રૂપિયાની કિંમતનો ફોન ખરીદ્યો હતો, જે તેણે તેના મિત્રને રાખવા માટે આપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ