બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 10 lakh fraud with bank manager by asking to give ticket to Canada

ક્રાઇમ / કેનેડાની ટિકિટ આપવાનું કહી નારણપુરાના બેંક મેનેજર સાથે 10 લાખની છેતરપિંડી, ટ્રાવેલ એજન્ટ રફુચક્કર

Priyakant

Last Updated: 04:06 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: કેનેડાની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને બેન્કના મેનેજર પાસેથી રૂ.10 લાખ ઊઘરાવી એજન્ટે ઠગાઈ કરી

  • અમદાવાદમાં કેનેડાની ટિકિટ આપવાનું કહી છેતરપિંડી 
  • બેન્ક મેનેજર પાસેથી 10લાખ પડાવી ટ્રાવેલ એજન્ટ ફરાર
  • ટ્રાવેલ એજન્ટ સામે અગાઉ પણ નોંધાઈ ચૂકી છે અનેક ફરિયાદ 

ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા હોય છે. વિદેશ જવા માટે કેટલાક લોકો લાખો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. તો કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એજન્ટે છેતરપિંડી આચરી છે. કેનેડાની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને બેન્કના મેનેજર પાસેથી રૂ.10 લાખ ઊઘરાવી એજન્ટે ઠગાઈ કરી છે. આ મામલે નારણપુરાના ગ્રિસિયલ હોલિડેના માલિક નીરલ ઉર્ફે જિમી તરુણભાઈ પારેખ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ અગાઉ પણ અનેક લોકો સાથે રૂપિયા લઈ લીધા બાદ છેતરપિંડી કરી છે.

અમદાવાદના નારણપુરામાં રહેતા અને એચડીએફસી બેન્કમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોક પટેલે ગ્રેસિયસ હોલિડે નામની ટ્રાવેલ કંપનીના માલિક નીરલ પરીખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અશોકને પત્ની સાથે ફેબ્રુઆરી-2023માં કેનેડા જવાનું હતું. અશોકે આંબાવાડી સહજાનંદ કોલેજ પાછળ આવેલા શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા અને ગ્રિસિયલ હોલિડે ટૂરના માલિક નીરલ પાસે ટિકિટ બુક કરાવી હતી. તે વખતે નીરલે વાજબી ભાવે એર ટિકિટ બુક કરાવી આપી હતી, ત્યાર બાદ મૂકેશકુમારના પરિવારના સભ્યોને કેનેડા જવાનું હોવાથી તેમણે 1 વ્યકિતના રૂ.1.25 લાખમાં નક્કી કરીને કેનેડાની ટિકિટ કરવા માટે કહ્યું હતું. 

અશોકે નીરલ પાસે બે ટિકિટ નક્કી કરી હતી. જેના પૈસા અશોકે નીરલને ચૂકવી દીધા હતા. અશોકે 2 ટિકિટ બુક કરાવવા માટે નીરલને એડ્વાન્સ પૈસા ચૂકવી આપ્યા હતા. નીરલ અશોકને કન્ફર્મ ટિકિટ આપવાનું કહીને તેમની પાસેથી પૈસા મેળવી લીધા બાદ પોતાના ઘરને તાળું મારીને ફરાર થઇ ગયો હતો. આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે અન્ય લોકો સાથે પણ તેણે છેતરપિંડી કરી છે. અશોકે ઘાટલોડિયા પોલીસે સ્ટેશનમાં નીરલ સામે રૂ.10 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ સસ્તામાં કેનેડાની રિટર્ન ટિકિટ બુક કરાવી આપવાનું કહીને 16 કરતાં પણ વધારે લોકો પાસેથી રૂ.16.02 લાખ ઉઘરાવી નીરલ ફરાર થઈ ગયો હતો. આ મામલે આંબાવાડીના ગ્રિસિયલ હોલિડેના માલિક નીરલ ઉર્ફે જિમી તરુણભાઈ પારેખ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નીરલ પાસે ટિકિટ બુક કરાવનારા અનેક લોકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ