બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / young boy propose girl in classroom got huge insult

જબરો ઘાટ થયો / VIDEO : આખા ક્લાસની સામે ગુલાબ આપીને કરી રહ્યો પ્રપોઝ, છોકરીએ કરી ગજબની બેઈજ્જતી, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:26 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલમાં ગુલાબનું ફૂલ લઈને પ્રપોઝ કરનાર છોકરા પર એક છોકરી બરાબરની ગુસ્સે થઈ હતી અને તેમની વચ્ચે ક્લાસરુમમાં ઝગડો થયો હતો.

  • સ્કુલમાં છોકરાએ ગુલાબનું ફૂલ આપીને છોકરીનું કર્યું પ્રપોઝ
  • છોકરીએ પસંદ ન આવ્યો તેનો પ્રેમ
  • ગુસ્સામાં સામે ફટકારી બેગ 

સ્કૂલ પ્રેમ અલગ છે. નાની ઉંમરમાં છોકરાઓનું સપનું હોય છે કે તે કોઈ છોકરીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કરે, બાઈક ચલાવીને તેને ફિલ્મ બતાવે. કેટલાક છોકરાઓના શોખ પૂરા થાય છે. પરંતુ કેટલાકને ઊંધા હાથની ખાવી પડતી હોય છે. 

છોકરીએ છોકરા સામે બેગનો કર્યો ઘા 
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક છોકરો ગુલાબના ફૂલ સાથે ક્લાસ રૂમની અંદર એક છોકરીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. જેવો છોકરો છોકરીને ગુલાબ આપવા માટે હાથ લંબાવે છે કે તરત જ છોકરીને જાણે કરન્ટ લાગ્યો હોય તે ચોંકી જાય છે અને તે છોકરાના હાથમાંથી ફૂલો છીનવી લે છે અને પછી બેગનો છૂટ્ટો ઘા કરે છે. 

છોકરા-છોકરી વચ્ચે આવી મારામારીની નોબત 
છોકરીની આ હરકત જોઈને છોકરો પણ ગુસ્સે થઈ જાય છે અને બન્ને વચ્ચે મારામારીની નોબત આવી જાય છે. આ દરમિયાન હુમલાથી બચવા માટે છોકરો પાછળ હટી જાય છે અને ફરીથી છોકરીને કંઈક કહેવા લાગે છે. વર્ગના અન્ય છોકરાઓ અને છોકરીઓ તરત જ વિડિઓ રેકોર્ડ કરવામાં વ્યસ્ત છે અને તે છોકરીની પ્રતિક્રિયાને જોતા જોવા મળે છે.  વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું કે બે-ત્રણ વાર નક્કી કરી લેજો પછી જ કોઈને પ્રપોઝ કરજો નહીંતર આવી હાલત આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ