બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / સુરત / You will be shocked to know that the light bill of Mayor Himali Boghawala's bungalow has arrived

સુરત / પ્રજાના પૈસે લીલા લહેર? મેયર હેમાલી બોઘાવાલાના બંગલાનું લાઈટબિલ આવ્યું તે જાણી ચોંકી જશો

Kiran

Last Updated: 11:24 AM, 1 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મેયરના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ, બોઘાવાલા રહેવા ગયા તે અગાઉના બિલ કરતાં 4 ગણું વધ્યું

  • સુરત મેયરનો પ્રજાના પૈસાનો ધૂમાડો 
  • આલિશાન બંગલાનું અધધધ વીજબિલ
    આલિશાન બંગલાનું વીજબીલ 51 હજારથી વધુ

સુરત મેયરનો આ બંગલો જોઈએ અંજાઈ ન જતા, સુરતના મેયર હેમાલી બોઘાવાલા મસ્ત મહેલ બાંધીને મ્હાલી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ઉદ્યોગ ધંધા પર અસર થતા પરિવારો હાલકી ભોગવી રહ્યા છે ત્યારે મેડમને કામનું ભારણ અને તેનો તણાવ ઓછો થાય તે માટે મેડિટેશન રૂમ બનાવવામાં આવ્યો છે.

 


 

મેયરના મહેલ સામે મંત્રીઓના બંગલા ઝાંખા પડે

બંગલામાં કુલ 6 બેડરૂમ છે અને પ્રાઈવેટ ઝોનમાં લિવિંગ રૂમ અને ફોર્મલ ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં મેયરના 5 કરોડથી વધુની કિંમતના બંગલાનું વીજબિલ 51 હજારથી વધુ આવ્યું છે. જો કે મેયર હેમાલી બોઘાવાલા બંગલામાં રહેવા ગયા તે બાદ બિલ 4 ગણુ વધ્યુ છે.

પ્રજાના પૈસા આમ વેડફવા કેટલા યોગ્ય ?

આ મહેલમાં અભેદ્ય સુરક્ષા માટે અદ્યતન નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. મેયરના રહેવા ગયા બાદ 3 જુલાઇએ પ્રથમ બિલ પણ આવ્યું છે. આ ઇલેકટ્રીક બિલ 51,890 રૂપિયા આવ્યું છે. હજી ગેસ બિલ સહિતના યુટિલિટી બિલ હવે આવવાના શરૂ થશે.ગેસ કનેક્શન માટે ગત તારીખ 23 જૂને રૂપિયા 9394 અને તારીખ 2 જૂને 5854 ભરવામાં આવ્યાં છે.

મંત્રી નિવાસ કરતા પણ વધુ સુવિધા

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.  

સુવિધાઓ જોઈને આંખો પહોળી થઈ જશે

સુરત મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા એવી સ્થિતિ સર્જાઈ છે તંત્રએ નાણાં ભેગા કરવા માટે પાંચ પ્લોટ હરાજીમાં મુકવા પડ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે સુરતના અલથાણ પાસે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કેમ એ પણ એક સવાલ છે તેમાં હવે 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે.

સુરત મેયરનો 5 કરોડનો બંગલો 

મેયરનો આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે.આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. બંગલામાં ઇન્ટિરિયર માટે પબ સવા કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. બંગલામાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ