બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Yogi Cabinet swear in ceriony could be on 15 march 2022

મોટા સમાચાર / 15 માર્ચનાં રોજ યોજાઇ શકે છે યોગી મંત્રીમંડળની શપથવિધિ, PM મોદી-અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત

Dhruv

Last Updated: 12:27 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવારનાં 10 માર્ચના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ હતાં. જેમાં ઉત્તરપ્રદેશની યોગી સરકારે ફરીથી ભારે બહુમત સાથે પ્રચંડ જીત મેળવી હતી. ત્યારે બરાબર હોળી પહેલાં 15 માર્ચના રોજ યોગી આદિત્યનાથ મંત્રીમંડળના અન્ય સહયોગીઓ સાથે શપથ લઇ શકે છે.

  • 15 માર્ચનાં રોજ યોજાઇ શકે છે યોગી મંત્રીમંડળની શપથવિધિ
  • PM મોદી-અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત
  • અધિકારીઓ સાથે યોગીએ યોજી હતી મોટી બેઠક

આ શપથ ગ્રહણ સમારોહ ભવ્યાતિભવ્ય બનવાની આશા સેવાઇ રહી છે. તેમજ આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. એ સિવાય અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદથી જ યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે તેવી ચર્ચા ચાલી રહી હતી. શપથ ગ્રહણ સમારોહની તારીખોને લઈને અટકળો પણ ચાલી રહી હતી.

પરિણામો આવતાની સાથે જ યોગી કેબિનેટના શપથ ગ્રહણને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 નું પરિણામ આવતાની સાથે જ યોગી કેબિનેટના શપથ ગ્રહણને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. દરેકની જીભ પર એક જ વાત ચાલતી હતી કે યોગી આદિત્યનાથ અન્ય કેબિનેટ સાથીદારો સાથે હોળી પહેલાં અથવા તો હોળી બાદ શપથ ગ્રહણ કરશે. જો કે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ 15 માર્ચે કેબિનેટની સાથે શપથ લઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેનો ભાગ બની શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભાજપે એકલા હાથે જ 255 બેઠકો જીતી છે. 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સામાન્ય બહુમતિ માટે 202 બેઠકો જરૂરી છે જેને ભાજપે સરળતાથી હાંસલ કરી હતી.

ઉચ્ચ કમાન્ડ કરી રહ્યું છે વિચારણા

પાર્ટી હાઈકમાન્ડ યોગી કેબિનેટને હોળી પહેલાં શપથ ગ્રહણ કરાવવા અંગે વિચારણા કરી રહી છે. મહત્વનું છે કે, હોળી તારીખ 17 અને 18મી માર્ચે છે. ત્યાર બાદ 19 માર્ચનાં રોજ MLC ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ કાર્યક્રમ હોળી પહેલાં યોજાઇ શકે છે. અત્યાર સુધીની વાતચીતમાં હાલ તો 15 માર્ચની તારીખ પર સહમતિ બની છે. જો તેમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો યોગી કેબિનેટનો શપથ ગ્રહણનો કાર્યક્રમ 15 માર્ચનાં રોજ યોજાઇ શકે છે.

અધિકારીઓ સાથે યોગીએ યોજી હતી મોટી બેઠક

યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી આવાસ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં શપથ ગ્રહણ સહિત અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજભવનના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. તેમની સિવાય મુખ્ય સચિવ, ACS હોમ સહિત અન્ય અધિકારીઓ પણ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને હાજર હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ