Ahmedabad Rain Update: હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ગઈકાલ રાતથી અમદાવાદમાં ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદને લઈને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર
ગઈકાલ રાતથી અમદાવાદમાં ધીમીધારે વરસાદ
વહેલી સવારે પણ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રાતભર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હજુ પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે.
શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
શહેરના બોડકદેવ, સેટેલાઈટ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે. તો ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહી રહ્યાં છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. તો આજે રવિવારની રજા હોવાથી શહેરના કેટલાક રસ્તાઓ પણ એકદમ સુમસામ નજરે પડી રહ્યા છે.
પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી
વરસાદના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાંધી બ્રિજ નીચે આવેલા પુસ્તક બજારમાં પાણી ભરાતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા.
ગઈકાલે પણ બપોર પછી શરૂ થયો હતો વરસાદ
આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર પછી વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે શહેરના શાહપુર, જુના વાડજ, નવા વાડજ, શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
ઠેક-ઠેકાણે ભરાયા હતા વરસાદી પાણી
વરસાદના કારણે શહેરમાં ઠેક-ઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા હતા. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.