બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / yami gautam is suffering from keratosis pilaris

દુઃખદ / આ ભયંકર અસાધ્ય બીમારી યામીને ખાઇ રહી છે, એક્ટ્રેસની વ્યથા જાણીને રડી પડશો

Kinjari

Last Updated: 11:29 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ યામી ગૌતમ કે જે ફેર એન્ડ લવલીથી ફેમસ થઇ તે એક એવી બીમારીથી પીડાઇ રહી છે જેનો કોઇ ઇલાજ નથી. યામીએ ટ્વીટર પર આ તસવીરોને શૅર કરી હતી.

  • યામી ગૌતમે શૅર કરી લેટેસ્ટ તસવીરો
  • અસાધ્ય બીમારીથી લડી રહી છે યામી
  • આ બીમારી સામે હવે લડીશ : યામી

યામીએ તસવીર શૅર કરીને લખ્યું કે, નમસ્કાર મિત્રો મે હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જ્યારે તે કેરાટોસિસ-પિલારિસ નામની મારી ત્વચાની સ્થિતિ છુપાવવા માટે પોસ્ટ પ્રોડક્શન દરમિયાન કરવામાં આવનારી હતી. તો મે વિચાર્યું કે હું આ સત્યને સ્વીકારી જ કેમ નથી લેતી. જેની સાથે હું સહજ છું. 

શું હોય છે કેરાટોસિસ પિલારિસ
કેરાટોસિસ પિલારિસ એક એવી સ્થિતિ છે જેમાં ત્વચા પર ખરબચડા પેચ અને મસા જેવું બની જાય છે. યામીએ કહ્યું કે હું તમારી સામે આજે સત્ય કહેવાનું સાહસ કરી રહી છું. મારે પોતાના ફોલિકુલિટિસને એરબ્રશ કે અંડરઆઇને સુંદર કે કમરને થોડો આકાર આપવાનું મન નહોતું હું જેવી દેખાતી હતી સુંદર હતી. 

 

 

હવે ડરીશ નહી લડીશ
એક્ટ્રેસે ખુલાસો કર્યો કે આ સમસ્યાથી ઘણા વર્ષોથી પીડાઇ રહી છે પરંતુ હવે તે ડર પર જીત મેળવશે અને તેની સામે લડશે. યામીએ કહ્યું કે તે જ્યારે ટીનેજર હતી ત્યારે તેને આ બીમારી થઇ હતી પરંતુ તેનો કોઇ ઇલાજ નથી. હું ઇચ્છુ છુ કે તમે પણ મારી આ કમિયોને સ્વીકાર કરો અને મને પ્રેમ કરો. 

યામીને EDનું સમન આવ્યું હતું

યામીને FEMA સંબંધિત ઉલ્લંઘનના કારણે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી છે. તપાસ મુંબઇમાં EDના ઝોન 2 દ્વારા કરવામાં આવશે. એક્ટ્રેસને આ બીજી વાર સમન પાઠવવામાં આવ્યું છે. 

યામીને 7 જુલાઇના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. યામીના પ્રાઇવેટ બેન્કના ખાતામાં વિદેશી મુદ્રાનું લેણદેણ સામેલ છે. જેના વિશે કથિત રીતે તેણે અધિકારીઓને સૂચિત કર્યુ નથી. સૂત્રોનું કહેવું છે કે, કેટલાક ટ્રાંજેક્શન પર તપાસ કરવી જરૂરી બને છે. પ્રાથમિક તપાસ બાદ બહાર આવ્યું કે આ ખાતા યામી ગૌતમ સાથે જોડાયેલા છે. જે બાદ સમન પાઠવવામાં આવ્યું છે. 

 

 

ફેર એન્ડ લવલીની એડથી ફેમસ થયેલી યામીએ આયુષ્માન ખુરાના સાથે વિકી ડૉનરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં જ તેણે ચૂપકેથી લગ્ન કરી લીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ