બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / Wrestlers are demanding the removal of Brijbhushan Singh from the post of the president of the Sangh of sexual exploitation

દિલ્હીમાં દંગલ / બૃજભૂષણસિંહને ધોબી પછાડ: ખેલ મંત્રી સાથે કુસ્તીબાજોની મુલાકાત બાદ સૌથી મોટા એક્શન, રાજીનામું માંગ્યું હોવાની અટકળો

Kishor

Last Updated: 11:44 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૌન શોષણના આરોપ સાથે બૃજભૂષણસિંહને સંઘના પ્રમુખ પદેથી હટાવવાની કુસ્તીબાજો માંગ કરી રહ્યા છે. જેઓ આજે ખેલ મંત્રીને મળ્યા હતા. બાદમાં હવે કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહનું રાજીનામું માંગ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

  • ખેલ મંત્રી સાથે કુસ્તીબાજો કરી મુલાકાત
  • આરોપ ગંભીર છે જેની ઊંડી તપાસ કરાશે: ખેલ મંત્રી
  • 24 કલાકમાં સરકારે રાજીનામું માંગ્યાની ચર્ચા

કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ બાદ સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને અન્ય અગ્રણી ખેલાડીઓ કુસ્તી ફેડરેશનના પ્રમુખને હાંકી કાઢવા પર અડગ છે. જેને લઈને કુસ્તીના દિગ્ગજ ખેલાડીઓ સતત બીજા દિવસે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યા સુધી કસુરવારોને સજા નહિ મળે ત્યાં સુધી આ ઘરણા ચાલુ રહેશે તેવો ખેલાડીઓએ દાવો પણ કર્યો છે. આ મામલે ખેલાડીઓ આજે ખેલ મંત્રી અનુરાગ ઠાકોર, સચિવ અને અધિકારીઓને મળ્યાં હતા. જ્યા મંત્રીએ તમામને શાંતિથી સાંભળ્યા હતા. જે પછી પહેલી વાર ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આરોપ ગંભીર છે જેની ઊંડી તપાસ કરાશે અને ખેલ મહાસંઘ ને પણ આ પ્રકરણમાં નોટીસ અપાઈ છે.


બૃજભૂષણ સિંહને પ્રમુખ પદેથી એક દિવસમાં રાજીનામુ દેવા સૂચન: સૂત્રો

હવે આ મામલે વિપક્ષોએ પણ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.તેવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેલાડીઓની મુલાકાત બાદ પ્રમુખ બૃજભૂષણ સિંહને પ્રમુખ પદેથી એક દિવસમાં રાજીનામુ દેવા સૂચન કરાયું છે. જાણવા મળી રહ્યું છે કે મંત્રાલય તરફથી ફોન કરીને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે અને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યુ છે કે જો રાજીનામુ અપવામાં નહિ આવે તો હકાલપટ્ટી કરવામાં આવશે. તેવું પણ જાણવા મળી રહ્યું છે.બીજી બાજુ પ્રમુખ બૃજભૂષણ સિંહએ આરોપીને નકારી જણાવ્યુ કે આ આક્ષેપ દીપેન્દ્ર હુડા અને કોંગ્રેસ તરફથી કરાયા છે. હું તમામ તપાસમાં તૈયાર છું મેં કોઈ ખોટુ કર્યું જ નથી તો ડરવાનું કેમ?

 22મીએ રાજીનામુ આપી શકે છે બૃજભૂષણ 

ખેલ મંત્રાલય અને ખેલાડીઓ વચ્ચેની મુલાકાત બાદ બૃજભૂષણ સિંહ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રાજીનામું આપે તેવી શક્યતા છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને દૂર કરવામાં આવી શકે છે. કુસ્તી એસોસિએશન ઓફ ઈન્ડિયાની કુસ્તી સમિતિની મિટિંગ તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બોલાવવામાં આવી છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. અહેવાલો અનુસાર આ બેઠકમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ સામેલ થશે. જો બ્રિજ ભૂષણ શરણ સિંઘ પોતે રાજીનામું નહીં આપે તો ફેડરેશન તેમને રાજીનામું આપવાનું કહેશે.


 પહેલવાનોની માંગ છે કે....
- રેસલિંગ એસોસિએશનને બરતરફ કરવું જોઈએ.
- બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવો 
- જ્યાં સુધી ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલી રાખીશું 
- એક્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ એથ્લીટ કોઈ પણ ઈવેન્ટમાં ભાગ નહીં લે.
- ફેડરેશને ખેલાડીઓને સપોર્ટ અને સહયોગ આપવો જોઈએ.
- રમતની જરૂરિયાતોનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવો
- ખેલાડીઓ સાથે ખોટું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો

શુ છે સમગ્ર મામલો
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ