બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તો અમદાવાદમાં બનશે વિશ્વનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક, કારણ એજન્સીએ કરેલી મોટી ભૂલ

અમદાવાદ / તો અમદાવાદમાં બનશે વિશ્વનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક, કારણ એજન્સીએ કરેલી મોટી ભૂલ

Last Updated: 03:09 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સી. જી. રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા ગુજરાત યૂથ ફોરમ દ્વારા AMC પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. જો AMCએ મંજૂરી આપી દીધી તો દુનિયાનું પહેલું શહીદ વૃક્ષ સ્મારક અમદાવાદમાં બનશે.

અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં જ સી. જી. રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા 600 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. ત્યારે આ વૃક્ષો કાપી નાખ્યા બાદ અમદાવાદીઓમાં રોષ છે. ત્યારે હવે ગુજરાત યૂથ ફોરમ દ્વારા સી. જી. રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા માટે AMC પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. જો AMC મંજૂરી આપશે તો દુનિયાનું પહેલું શહીદ વૃક્ષ સ્મારક અમદાવાદમાં બનશે.

'શહીદ વૃક્ષ સ્મારક' બનાવવા માટે માંગી પરવાનગી

તાજેતરમાં અમદાવાદમાં સીજી રોડ ઉપર 600થી વધુ નિર્દોષ મૂંગા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારે વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓની સાથે સાથે અમદાવાદ તથા ગુજરાતના નાગરિકોમાં અરેરાટીની લાગણી ફેલાયેલ છે તથા તેઓમાં ખૂબજ ગંભીર ચિંતા અને ભય પ્રસરી ગઈ છે. જો શહીદ વૃક્ષ સ્મારક બનશે તો એ લોકોમાં વૃક્ષોની શહીદી અને હત્યારાની યાદ ચિરકાલીન બનાવશે. ક્લાઈમેટ ચેન્જ માટે કાપતા વૃક્ષો બચાવવા અનિવાર્ય છે.

PROMOTIONAL 11

'શહીદ વૃક્ષ સ્મારક' બનાવવા માટેની પરવાનગી માંગતા ગુજરાત યૂથ ફોરમે AMC પાસેથી મંજૂરી માંગતા પત્ર લખ્યો કે 'બાળકોના ભવિષ્ય માટે અને જીવનને ટકાવવા માટે વૃક્ષોને જરૂરિયાત છે. આ પરિસ્થિતિમાં લોકોમાં જાગૃતિ આવે, અને જે વૃક્ષો શહીદ થયા છે તેઓની સ્મૃતિ ચીરકાલીન બને, તે માટે જે જગ્યાએ વૃક્ષોની શહાદત થઈ છે તેની સામે જ 'વૃક્ષ સ્મારક' બનાવવાનું નક્કી કર્યું છે. જે રીતે અમદાવાદ સ્થિત ઢાળની પોળમાં છે, જેમાં દીવાલ ઉપર એક તકતી લગાવીને ચકલી સ્મારક બનાવેલ છે; તેવી રીતે જ સુમા સર્કલ, સીજી રોડ પર આ સ્મારક દીવાલ ઉપર બનાવવામાં આવશે જેથી કોઈ નવું બાંધકામ કરવાનું નથી, કે અડચણરૂપ થાય તેવું કોઈ સ્ટ્રકચર બનાવવાનું નથી માત્ર અને માત્ર દીવાલ ઉપર એક વ્યવસ્થિત પથ્થરની તકતી લગાવી આ વૃક્ષોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવાની છે.'

વધુ વાંચો: અમદાવાદના અટલ બ્રિજ પર તૂટ્યાં 2 ગ્લાસ, બેરિકેડ મૂકીને જગ્યા કરાઇ કોર્ડન

પત્રમાં વધુમાં લખ્યું કે 'આ સ્મારક થકી લોકોમાં એક જાગૃતિ આવે કે આપણે વૃક્ષો ન કાપવા જોઈએ તથા જે લોકોએ આ નિર્દોષ મૂંગા વૃક્ષોની કતલ કરી છે, તેમના વિરુદ્ધમાં પણ લોકોમાં જાગૃતિ આવે તે ઈરાદા સાથે આ 'શહીદ વૃક્ષ-સ્મારક' બનાવવામાં આવશે. આ માટે થનાર ખર્ચ પણ સંસ્થા ભોગવશે.'

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad World's first martyr tree memorial AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ