બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Video: ફરીવાર આ દેશની ધરા પર આવ્યો વિનાશક ભૂકંપ, પહાડો તૂટ્યાં, બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું

વિશ્વ / Video: ફરીવાર આ દેશની ધરા પર આવ્યો વિનાશક ભૂકંપ, પહાડો તૂટ્યાં, બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું

Last Updated: 08:03 AM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો. સાન ડિએગો નજીક ધરતી ધ્રુજી ઉઠી અને જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.

ધરતી ફરી એક વાર ધ્રુજી ઉઠી છે. સાઉથ કેલિફોર્નિયામાં સોમવારે સવારે (ભારતીય સમય મુજબ સોમવારે મોડી રાત્રે) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. સાઉથ કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી. આ ભૂકંપને કારણે સાન ડિએગોમાં પહાડ પરથી ખડકો ગબડીને નીચે રસ્તાઓ પર આવી ગયા. ઘરોમાં માળિયા પર અને કબાટમાં રાખેલી વસ્તુઓ નીચે પડી ગઈ. ભૂકંપ એટલો જોરદાર હતો કે દિવાલો ધ્રુજવા લાગી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 10:08 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર સાન ડિએગો કાઉન્ટીમાં હતું, જે જુલિયનથી માત્ર થોડા માઇલ (4 કિલોમીટર) દૂર છે. જુલિયન લગભગ 1,500 લોકોનું પર્વતીય શહેર છે, જે તેની એપલ પાઇની દુકાનો માટે જાણીતું છે. લગભગ 120 માઇલ (193 કિલોમીટર) દૂર લોસ એન્જલસ કાઉન્ટી સુધી આ ભૂકંપની ધ્રુજારી અનુભવાઈ. આ તીવ્ર ભૂકંપ પછી, ઘણા હળવા આંચકા પણ આવ્યા.

1870 ના દાયકાથી જુલિયનમાં કાર્યરત ગોલ્ડ માઇનના માલિક પોલ નેલ્સને કહ્યું, 'મને લાગ્યું હતું કે બારીઓ ખૂબ ધ્રુજતી હોવાથી તૂટી જશે, પણ એવું ન થયું.' તેમણે કહ્યું કે ધ્રુજારીને કારણે કાઉન્ટર પર રાખેલા ફોટો ફ્રેમ નીચે પડી ગયા. પરિવહન અધિકારીઓએ ચેતવણી જારી કરી છે કે પ્રવાસીઓ પહાડો પરથી રસ્તાઓ અને હાઇવે પર પડતા પથ્થરોથી સાવધ રહે. જુલિયનના ઉત્તરપશ્ચિમમાં સ્ટેટ રૂટ 76 પર પણ પથ્થરો પર્વતો પરથી ગબડીને નીચે આવી ગયા.

સાન ડિએગો કાઉન્ટીમાં કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું કે ટીમો રસ્તાઓનું નિરીક્ષણ કરી રહી છે જેથી કોઈ નુકસાન થયું છે કે નહીં તે નક્કી કરી શકાય. સાન ડિએગો ઝૂ સફારી પાર્કમાં આફ્રિકન હાથીઓનું એક ટોળું ભૂકંપ દરમિયાન તેમના બચ્ચાઓને ઘેરીને તેમનું રક્ષણ કરતા વીડિયોમાં કેદ થયું. જણાવી દઈએ કે હાથીઓમાં તેમના પગ દ્વારા અવાજ અથવા કંપન અનુભવવાની ક્ષમતા હોય છે, અને તેઓ રક્ષણ માટે એક ઘેરો બનાવીને ઉભા રહી જાય છે.

એક અહેવાલમાં નોર્થ કાઉન્ટી ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટના પ્રવક્તા મેરી ડોવરને ટાંકીને જણાવાયું કે ભૂકંપથી કોઈ નુકસાન થયું છે કે કેમ તે નક્કી કરવા માટે કામદારો ટ્રેકનું નિરીક્ષણ કરી શકે તે માટે ટ્રેન સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. સાન ડિએગો કાઉન્ટીમાં કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના કેપ્ટન થોમસ શૂટ્સે જણાવ્યું કે જ્યારે જમીન ધ્રુજવા લાગી ત્યારે સાવચેતી તરીકે શાળાના બાળકોને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમને ધ્રુજરીનું એલર્ટ મળ્યું અને પછી તેને વસ્તુઓ ગબડતી અને અથડાતી અનુભવાઈ. તેમણે કહ્યું, 'ચારે બાજુ તેજ ધ્રુજારી અને હતી, પણ સદનસીબે બધું સામાન્ય થઈ ગયું છે. સાન ડિએગો કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું કે ભૂકંપને કારણે તેમને જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચો: પોપ ગાયક સહિત 6 મહિલાઓએ રચ્યો ઇતિહાસ, 14 મિનિટમાં સ્પેસની મુસાફરી કરી અને પરત ફર્યા

સાઉથ કેલિફોર્નિયાના અનુભવી ભૂકંપશાસ્ત્રી લ્યુસી જોન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપ એલ્સિનોર ફોલ્ટ ઝોન નજીક 8.3 માઇલ (13.4 કિલોમીટર) ની ઊંડાઈએ આવ્યો હતો. એલ્સિનોર ફોલ્ટ ઝોન કેલિફોર્નિયાના સૌથી વ્યસ્ત ભૂકંપ ઝોનમાંનો એક છે અને તે પ્રખ્યાત સાન એન્ડ્રીયાસ ફોલ્ટ સિસ્ટમનો એક ભાગ છે, જ્યાં દર વર્ષે ઓછામાં ઓછો એક 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવે છે. જોન્સે જણાવ્યું કે રવિવારે જુલિયનમાં અનુભવાયેલો ભૂકંપ 3.5 ની તીવ્રતાનો હતો. સાન ડિએગો કાઉન્ટીના કેટલાક રહેવાસીઓ કે જેઓ USGS ની શેકએલર્ટ નામની અર્લી વોર્નિંગ સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સ છે, તેમને સોમવારના ભૂકંપના ઝટકા અનુભવાય એની એક કે બે સેકન્ડ પહેલા જ સૂચના મળી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Southern California Earthquake Earthquake in US World News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ