ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર પર હુમલો, જેમાં હતા 27 ભારતીયો સવાર, તો પછી શું થયું?

વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર પર હુમલો, જેમાં હતા 27 ભારતીયો સવાર, તો પછી શું થયું?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:59 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Middle East Conflict: હોર્મુઝ હવે મોતની જાળથી ઓછી નથી. છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા બે જહાજો લેન્ડમાઇન્સમાં અથડાઈ ગયા છે

ADVERTISEMENT

હોર્મુઝ હવે મોતની જાળથી ઓછી નથી. છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા બે જહાજો લેન્ડમાઇન્સમાં અથડાઈ ગયા છે અને આગ લાગી છે. બંને જહાજો, જેમાં 29 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા.

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની હવે જોખમથી મુક્ત નથી. શુક્રવારે એક ટેન્કર એમટી લૂઝ 1, એન્જિનમાં ભારે આગ લાગી હતી, જેના કારણે ટેન્કર ચાલવા લાયક રહ્યુ ન હતું. ટેન્કરમાં 27 ભારતીય ક્રૂ સભ્યો હતા. અહેવાલો અનુસાર બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ગુરુવાર 29 ઓક્ટોબરના લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ પર અગાઉ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ભારતીય ક્રૂ સભ્યો પણ હતા. તેમણે કહ્યું હતું કે બંને જહાજોમાં સવાર તમામ 29 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જહાજ મૈનેજમેન્ટ કંપનીઓ સાથે મળીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બ્રિટેનની સમુન્દ્રી એજન્સી યુકેએમટીઓએ બીજા જહાજના કેપ્ટન પાસેથી માહિતી મેળવી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં આગ લાગી છે. એજન્સીએ આગના કારણ વિશે કોઈ માહિતી આપી ન હતી અથવા કોઈ જાનહાનિની ​​જાણ કરી ન હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / માનો કે સરકાર ના બની, છતાંય આવતા વર્ષ સુધી નેતન્યાહૂ PM રહી શકે! એ કેવી રીતે?

ઈરાને કહ્યું કે જહાજ પરવાનગી વિના જઇ રહ્યા છે

એજન્સીએ જણાવ્યું હતું કે સળગતું જહાજ ઓમાનના ખાસાબ શહેરથી લગભગ નવ નોટિકલ માઇલ (17 કિમી) ઉત્તરમાં સ્ટ્રેટની નજીક સ્થિત જોવા મળ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ અને કુદરતી ગેસ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ફેબ્રુઆરીમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને જળમાર્ગ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે અને પરવાનગી વિના તેમાંથી પસાર થતા જહાજો પર હુમલો કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Middle East Conflict Iran Strait of Hormuz

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ