બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 steve smith revealed that he is ill with vertigo disease

OMG / હું ઠીક નથી...: વર્લ્ડકપમાં ચેમ્પિયન રહેલ ખેલાડી થયો ગંભીર બીમારીનો શિકાર, ખુદ કર્યો ખુલાસો

Arohi

Last Updated: 04:48 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Steve Smith: વર્લ્ડ કપ 2023માં ભારત અને સાઉથ આફ્રીકા ટોપ-4માં જગ્યા પાક્કી કરનાર ટીમ છે. જ્યારે બીજી બે ટીમો કઈ હશે તેની જાણકારી મળી જશે. આ વચ્ચે ટૂર્નામેન્ટમાં રમી રહેલા એક ધાકડ બેટ્સમેન બીમારીના લપેટામાં આવી ગયા છે.

  • આ ખેલાડીને થઈ ખતરનાક બીમારી
  • પોતે કર્યો બીમારીનો ખુલાસો 
  • કહ્યું, હું ઠીક નથી...

વર્લ્ડ કપ 2023 હવે પોતાના છેલ્લા સ્ટેપ પર છે. ભારત અને સાઉથ આફ્રીકા ટોપ-4માં જગ્યા પાક્કી કરનાર ટીમ છે. જ્યારે બીજી બે ટીમો કઈ હશે તેની જાણકારી મળી જશે. આ વચ્ચે ટૂર્નામેન્ટમાં રમી રહેલા એક ધાકડ બેટ્સમેન બીમારીના લપેટામાં આવી ગયા છે. આ બેટ્સમેને પોતાના આગામી મુકાબલા પહેલા તેનો ખુલાસો કર્યો છે. એકલા હાથે આ ખેલાડીએ ઘણી મેચો જીતાડી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Steve Smith (@steve_smith49)

આ ખેલાડી થયા બીમારીના શિકાર
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ મહત્વની મેચ પહેલા એક ઘાતક બીમારીના લપેટામાં આવી ગયા છે. આ સ્ટાર ખેલાડીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. જે બીમારીથી તે ઝઝુમી રહ્યા છે તેનું નામ વર્ટિગો છે. 

સ્મિથે અફઘાનિસ્તાનના સામે મેચ પહેલા તેનો ખુલાસો કરતા કહ્યું, "છેલ્લા એક બે દિવસથી મને ચક્કર જેવું આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો. આશા છે કે હું જલ્દી ઠીક થઈ જાઉં. મને લાગે છે કે હું ઠીક થઈ જઈશ. હાલ મારી તબીયત ઠીક નથી."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Steve Smith (@steve_smith49)

"આ સારો અનુભવ નથી"
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની નેક્સ્ટ મેચ અફઘાનિસ્તાન સાથે છે. આ મેચમાં રમવાને લઈને સ્મિથે હજુ કંઈ જણાવ્યું નથી. સ્મિથે જણાવ્યું, "મને લાગે છે કે હું ઠીક થઈ જઈશ. આ બિલકુલ પણ સારો અનુભવ નથી. અને આ કોઈ મજાક પણ નથી."

જણાવી દઈએ કે જો સ્મિથ આગામી મેચથી બહાર થઈ જશે તો આ ટીમ માટે મોટો ઝટકો હશે. પહેલા જ ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. જ્યારે મિચેલ માર્શ પર્સનલ કારણોથી ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. તેમના ભારત પરત ફરવાને લઈને કોઈ અપડેટ સામે નથી આવી રહ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ