બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / WORLD CUP 2023 IND vs NZ: Injured Hardik Pandya out, one of these tough players might get a chance in the squad

વર્લ્ડકપ 2023 / IND vs NZ: ઘાયલ હાર્દિક પંડ્યા થયો બહાર, આ ધુરંધર ખેલાડીમાંથી કોઈ એકને ટીમમાં મળી શકે છે મોકો, જાણો કોનું પલડું ભારે

Megha

Last Updated: 09:48 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રશ્ન એ છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ 2023ની ન્યુઝીલેન્ડ સામેની મેચ નહીં રમે તો તેની જગ્યા પર કોને ટીમમાં સ્થાન મળશે? ભારતીય ટીમ મેનેજમેન્ટ સૂર્યા અને શમીને તક આપી શકે છે

  • બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા થયો હતો ઈજાગ્રસ્ત 
  • હવે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કોણ લેશે પંડ્યાની જગ્યા?
  • ટીમ મેનેજમેન્ટ સૂર્યા કે શમીને તક આપી શકે છે

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી. વિરાટ કોહલી સેન્ચુરી લગાવી પરંતુ મેચ વખતે હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી હતી. એવામાં હવે ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાનાર ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાંથી બહાર થઈ ગયો છે. 

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કોણ લેશે પંડ્યાની જગ્યા?
હવે પ્રશ્ન એ છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ 2023ની ન્યુઝીલેન્ડ સામેની મેચ નહીં રમે તો તેની જગ્યા પર કોને ટીમમાં સ્થાન મળશે? ન્યુઝીલેન્ડ સામે હાર્દિકની જગ્યાએ ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કોને સામેલ કરશે તે અંગે ખૂબ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જો કે સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી માટે અહીં સારી તક છે.

ટીમ મેનેજમેન્ટ સૂર્યા કે શમીને તક આપી શકે છે
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ સૂર્યા અને શમીને તક આપી શકે છે. હાર્દિક પંડ્યા બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હાર્દિક સિવાય શાર્દુલ ઠાકુર ટીમ ઈન્ડિયામાં એકમાત્ર ઓલરાઉન્ડર છે પરંતુ તે પહેલાથી જ પ્લેઈંગ 11નો ભાગ છે.

હાર્દિકની જગ્યા લેવા માટે આ ખેલાડીની પસંદગી થશે.. 
હાર્દિક પંડ્યા ટીમ માટે 6 નંબર પર બેટિંગ કરવા માટે આવે છે આવી સ્થિતિમાં તેમનું સ્થાન સૂર્યકુમાર યાદવને તક આપી શકાય છે કારણ કે આ પહેલા હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં પણ તે આ સ્થાન પર રમી ચૂક્યો છે. સૂર્યાની વનડેમાં સરેરાશ ભલે ઓછી હોય પરંતુ તે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સીરિઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ઘણા પૂર્વ ક્રિકેટરોએ તેને ઓપનિંગ મેચમાં જ પ્લેઈંગ 11માં સામેલ કરવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં તેને આખરે તક મળી શકે છે.

ભારતને છઠ્ઠા નંબર પર બેટ્સમેનની સાથે ઝડપી બોલરની જરૂર છે જે સંપૂર્ણ 10 ઓવર ફેંકી શકે. સૂર્યકુમાર યાદવને છઠ્ઠા નંબરે કવર તરીકે રાખવામાં આવ્યા છે. એટલા માટે ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ શમીને પણ તક આપી શકે છે. નોંધનીય છે કે વર્તમાન વર્લ્ડ કપમાં આ બંને ખેલાડીઓને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી.  

ઇશાન કિશનને પણ તક મળી શકે છે
વાસ્તવમાં હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવનું નામ લગભગ કન્ફર્મ માનવામાં આવે છે. પરંતુ ટીમ ક્રમમાં નીચે આવીને ઈશાન કિશનને રન બનાવવાની તક પણ આપી શકે છે. કિશને આજ સુધી છઠ્ઠા નંબર પર બેટિંગ કરી નથી, જોકે તેણે પાંચમાં નંબર પર શાનદાર ઇનિંગ રમી છે. કિશનનું ફોર્મ સારું છે, તેથી ટીમ કિશનને ન્યૂઝીલેન્ડ સામે અજમાવી શકે છે. કેપ્ટન રોહિતે પણ ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલા કોઈપણ સ્થિતિમાં રમવા માટે તૈયાર રહેવા કહ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ