બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / World class facilities will be available in Lakshadweep: Tata made a huge plan to compete with Maldives

Lakshadweep Tourism / લક્ષદ્વીપમાં જ મળશે વર્લ્ડક્લાસ સુવિધાઓ: માલદીવને ટક્કર આવા ટાટાએ બનાવ્યો જોરદાર પ્લાન

Megha

Last Updated: 10:50 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-માલદીવ વિવાદ બાદ હવે લક્ષદ્વીપને એક નવા પ્રવાસન સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ટાટા ગ્રુપે વધુ આકર્ષક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • ભારત સાથે વિવાદને કારણે માલદીવને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે. 
  • હવે લક્ષદ્વીપને એક નવા પ્રવાસન સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. 
  • ટાટા ગ્રુપે લક્ષદ્વીપને વધુ આકર્ષક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ભારત સાથે પંગો લેવાને કારણે માલદીવને આર્થિક રીતે પણ મોટો ફટકો પડી રહ્યો છે તો લક્ષદ્વીપના પર્યટનમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. લોકો આ દિવસોમાં માલદીવ જવા માટે તેમના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. ભારત-માલદીવ વિવાદ બાદ હવે લક્ષદ્વીપને એક નવા પ્રવાસન સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ટાટા ગ્રુપે હવે વધુ આકર્ષક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ટાટા ગ્રુપે લક્ષદ્વીપમાં સ્થિત બે ટાપુઓ પર બાંધવામાં આવનાર લક્ઝરી રિસોર્ટ માટેના પ્લાન 2026ની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના બે સુંદર ટાપુઓ સુહેલી અને કદમતમાં બે તાજ બ્રાન્ડેડ રિસોર્ટ બનાવવા જઈ રહ્યું છે. ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ તાજેતરમાં આ બે ટાપુઓ પર બે તાજ બ્રાન્ડ રિસોર્ટ બનાવવા માટે કરારો કર્યા છે. આ રિસોર્ટ 2026માં ખુલશે. આ બંને રિસોર્ટ સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને માલદીવ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે લક્ષદ્વીપને ભારતીય પ્રવાસીઓ માટે રજાના મુખ્ય સ્થળ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપ અચાનક ચર્ચામાં આવી ગયું જ્યારે પીએમ મોદીએ ટાપુઓની તસવીરો શેર કરીને તેને પ્રવાસન સ્થળ તરીકે રજૂ કર્યું હતું. 

ગયા વર્ષે રિસોર્ટ્સ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરતા, IHCL ના MD અને CEO પુનિત ચટવાલે જણાવ્યું હતું કે,બે વિશ્વ કક્ષાના તાજ રિસોર્ટ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે. તેમણે કહ્યું. તાજ સુહેલીમાં 110 રૂમ હશે જેમાં 60 બીચ વિલા અને 50 વોટર વિલાનો સમાવેશ થાય છે, જ્યારે તાજ કદમતમાં 110 રૂમ હશે જેમાં 75 બીચ વિલા અને 35 વોટર વિલાનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો: એમનેમ કોઈને નથી મળતી લક્ષદ્વીપમાં એન્ટ્રી, લેવી પડે છે ખાસ પરમિટ: જાણો નિયમ અને ખર્ચો

સુહેલી અને કદમત ટાપુઓ તેમના નીલમ પાણી, સફેદ રેતીના દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ જીવન માટે પ્રખ્યાત છે. તાજ રિસોર્ટ આ કુદરતી સૌંદર્યને વધુ વધારશે અને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. અહીં રોકાતા મહેમાનો સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ અને બોટ રાઇડ જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે અથવા ફક્ત બીચ પર આરામ કરી શકે છે અને ટાપુઓના શાંત વાતાવરણનો આનંદ માણી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ