બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Woman strips, tries clothes in front of male shopkeeper in Delhi, viral video sparks outrage
કપડાં બદલવા માટે ચેન્જિંગ રુમો હોય છે પરંતુ કેટલાક તો તેમાં જવાનો પણ કંટાળો આવતો હોય છે અને જાહેરમાં જ કપડાંની ટ્રાયલ કરી લેતાં હોય છે. એક છોકરીએ તો હદ કરી નાખી અને તેણે ચેન્જિંગ રુમમાં જવાને બદલે દુકાનમાં દુકાનદાર સામે જ કપડાં ચેન્જ કર્યાં હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
ADVERTISEMENT
Reel culture destroying India! Delhi woman strips, tries clothes openly in shop and getting it recorded. pic.twitter.com/Id9Dryehgi
— The Engineer Bro (@theengineerbroo) April 10, 2024
ADVERTISEMENT
દુકાનદાર સામે ચેન્જ કર્યાં કપડાં
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી કપડાની દુકાન પર ચેન્જિંગ રૂમની જગ્યાએ દુકાનદારની સામે ડ્રેસ બદલવાની કોશિશ કરી રહી છે. આ
થોડી સેકન્ડના આ વીડિયોમાં કપડાની દુકાન જોવા મળી રહી છે. અહીં એક છોકરી આવે છે. યુવતી શોર્ટ્સ ખરીદવા આવી છે. દુકાનદાર તેને વિવિધ પ્રકારના શોર્ટ્સ બતાવે છે. જે બાદ યુવતી દુકાનદારની સામે એક પછી એક શોર્ટ્સ ટ્રાય કરવા લાગે છે.
વધુ વાંચો : ચંદ્રની ફરતે રહસ્યમયી વસ્તુ દેખાઈ, NASAના વૈજ્ઞાનિકો પણ હેરાન, હવે કર્યો ઘટસ્ફોટ
ADVERTISEMENT
દુકાનદારે નજર પણ ન ઉઠાવી
આ ઘટનામાં દુકાનદાર શરીફ માણસ નીકળ્યો. છોકરી કપડાં બદલતી હતી તેમ છતાં પણ તેણે નજર ઉઠાવીને જોયું પણ નહોતું. જાણે ચેન્જીંગ રુમ હોય તેમ છોકરી બિંદાસ્ત કપડાં બદલતી જોવા મળી હતી.
વીડિયો દિલ્હીનો
જો કે આ વીડિયો નકલી હોય કે પછી કોઇએ ચોરીછૂપીથી બનાવ્યો હોય, લોકો તેને શરમજનક વીડિયો ગણાવી રહ્યા છે. એ પણ ખબર નથી કે વીડિયો ક્યાંનો છે. કેટલાક લોકો કહે છે કે તે દિલ્હીના બજારમાંથી છે. સરવાળે લોકોએ છોકરીની આ હરકતને શરમજનક ગણાવી છે. આમેય જાહેરમાં કપડાં ચેન્જ કરવા છોકરીને ન શોભે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.